Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પ્રેગ્નન્સીમાં ફોલિક એસિડના સપ્લિમેન્ટસથી બાળકમાં એલર્જીનું જોખમ વધે

નવી દિલ્હી, તા. ૨૫ :. ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનો યોગ્ય વિકાસ થાય એ માટે ફોલિક એસિડ પ્રકારના વિટામીન બી ની ઉણપ ન રહે એ જોવું આવશ્યક છે. જો એની ઉણપ હોય તો બાળકમાં કરોડરજ્જુને લગતી ખામી રહી જવાની સંભાવના રહે છે. આ જ કારણોસર એવી પ્રેકટીસ રહી છે કે, દરેક સગર્ભા મહિલાને પ્રથમ ત્રણ મહિના દરમ્યાન ફોલિક એસિડના સપ્લિમેન્ટસ અવશ્ય આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ એડીલેડના નિષ્ણાતોનું કહેવું છે કે, પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં આ સપ્લિમેન્ટસની વધુ જરૂર નથી હોતી. જે પ્રેગ્નન્ટ મહિલાઓ ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કા સુધી આ સપ્લિમેન્ટસ લે છે તેમની ગર્ભનાળ નાની અને સાંકડી હોય છે અને એને કારણે બાળકને યોગ્ય પોષણ નથી મળતું. અભ્યાસમાં નોંધાયું હતુ કે લાંબા સમય સુધી આ વિટામિન લેવાથી શરીર અમુક ચોક્કસ બાહ્ય ચીજો પ્રત્યે ખોટી પ્રતિક્રિયાઓ આપે છે અને એલર્જિક રીએકશન આવી શકે છે. બાળકોમાં ધૂળ, અમુક ખાદ્ય ચીજો તેમજ ખાસ પ્રોટીનને પચાવવામાં ગરબડ થાય છે અને અમુક-તમુક ચીજોની એલર્જી ડેવલપ થવાની સંભાવના વધે છે.

(3:47 pm IST)