Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

જાધવની માતા અને પત્નિ સાથે યોગ્ય રીતે મુલાકાત ન કરાવી

મુલાકાત કરાવવાની પાકિસ્તાનની રીત સામે વાંધો : માતા અને પત્નિની સાથે મુલાકાત પહેલા વિડિયો રેકોર્ડિંગ

નવી દિલ્હી,તા. ૨૫ : પાકિસ્તાન સરકારે પોતાને ત્યાં જેલમાં બંધ રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવની મુલાકાત જે રીતે તેમના માતા અને પત્નિ સાથે કરાવી છે તેને લઇને જોરદાર નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. પાકિસ્તાન દ્વારા અપનાવવામાં આવેલી રીત સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન હવે જાધવના જારી કરેલા વિડિયોને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. અલબત્ત આ વિડિયોની રેકોર્ડિંગ આ મુલાકાત પહેલા કરવામાં આવી છે. આ વિડિયોમાં કુલભુષણ જાધવ પરિવારના સભ્યો સાથે વાતચીત કરવા બદલ પાકિસ્તાન સરકારનો આભાર માનતો નજરે પડે છે. આજે પાકિસ્તાન સરકારે જે રીતે કુલભુષણ અને તેમના પરિવારના સભ્યોની મુલાકાત કરાવી તેને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાની જેલમાં રહેલા જાધવની મુલાકાત દરમિયાન એક કાંચની દિવાળ વચ્ચે રાખવામાં આવી હતી. જાધવના માતા અને પત્નિ તેમને માત્ર જોઇ શકતા હતા. વાત કરવા માટે ઇન્ટરકોમની મદદ લેવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર રહેલા આંતરરાષ્ટ્રીય લોકોએ  પાકિસ્તાનની આકરી ટિકા કરી છે.આ વિડિયોમાં કુલભુષણ દ્વારા  ફરી એકવાર તેમને ભારતના કમાન્ડર તરીકે ગણાવવામા ંઆવ્યા છે. દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર દાવો કર્યો છે કે કુલભુષણ જાધવને રાજકીય મદદ પહોંચાડી દેવાની મંજુરી આપી દેવામાં આવી છે. જો કે ભારતે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો છે. કુલભુષણ અને તેમના પરિવારના સભ્યો વચ્ચે વાતચીત વેળા ભારતીય ડેપ્યુટી હાઇ કમીશન જેપીસિંહ પણ હાજર રહ્યા હતા. પાકિસ્તાને આને રાજકીય ઓળખ તરીકે ગણાવી હતી. જો કે ભારતના વિરોધ બાદ પાકિસ્તાને આ નિવેદન પાછુ ખેંચી લીધુ હતુ. ૪૭ વર્ષીય જાધવને પાકિસ્તાનની લશ્કરી કોર્ટે જાસુસી અને ત્રાસવાદના આરોપસર આ વર્ષે એપ્રિલમાં ફાંસીની સજા ફટકારી હતી. ભારતે સતત રાજકીય મદદ પહોંચાડવાની માંગ કરી રહ્યુ છે જો કે પાકિસ્તાને ભારતની માંગને ફગાવી છે. ભારતની તીવ્ર રજૂઆત બાદ તેની ફાંસી પર સ્ટે મુકાયો છે.

(6:59 pm IST)