Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

'સેકસ પવિત્ર છે, કામુકતા કોઈ પાપ નથી'

આવું જ કંઈક હવે કોચ્ચિના એક ચર્ચ દ્વારા સંચાલિત સામાયિકના ક્રિસમસ સંસ્કરણમાં છાપવામાં આવ્યું છે

કોચ્ચિ, તા. રપ : આધ્યાત્મના માર્ગે ચાલનાર લોકો સામાન્ય રીતે સેકસને ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તીમાં બાધા સ્વરુપે જુવે છે. સેકસને આવા લોકો ફકત પ્રજોત્પત્ત્િ। માટેનું સાધન માત્ર ગણે છે. જોકે ભારતીય પૌરાણીક શાસ્ત્રોમાં સેકસને ફકત શારિરીક સંગમથી આગળ વધીને દિવ્ય મિલન સાથે સરખાવાયું છે. આવું જ કંઈક હવે કોચ્ચિના એક ચર્ચ દ્વારા સંચાલિત સામાયિકના ક્રિસમસ સંસ્કરણમાં છાપવામાં આવ્યું છે. આ લેખ મુજબ સેકસ એક પવિત્ર વસ્તુ છે. લેખ કપલ્સમાં સેકસ તથા કામુકતાને પ્રોત્સાહન આપતો નજરે ચડે છે.

શ્નરેથિયુવમ આયુર્વેદમ'(સેકસ અને આયુર્વેદ) નામના ટાઇટલથી છપાયેલ ચાર પાનાના આ લેખમાં ડો. સંતોષ થોમસે લખ્યું કે, શ્નસેકસ શરીર અને મગજ બંનેનો ઉત્સવ છે. શારિરીક સંબંધો વગર પ્રેમ ફટાકડા વગર દિવાળી જોવો છે. બે શરીર જયારે જોડાય છે ત્યારે મન પણ જોડાય જાય છે.લૃ આ પ્રકારનો લેખ આલપ્પુઝા બીશપની માસિક પત્રિકામાં છાપવામાં આવ્યો છે.

મેગેઝિનના એડિટર ફાધર જેવિયર કુડ્યામેશ્રે કહે છે કે, શ્નઆ પહેલીવાર અમે અમારા મેગેઝિનમાં કામશાસ્ત્રીની વાત કરી છે. કેમ કે આ લેખ સ્વસ્થ જીવનશૈલી સાથે જોડાયેલ લેક છે. આને લખનાર વ્યકિત પોતે એક ડોકટર છે.લૃ

ડો. થોમસના લેખમાં આદર્શ મહિલાનું પણ વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે કેવી સ્ત્રી આદર્શ મહિલા હોઈ શકે. જેમાં વાગ્ભાતાના શાસ્ત્રીય આયુર્વેદ લેખ અષ્ટાંગ હ્રદયમને આધાર રાખીને કહેવામાં આવ્યું છે કે, શ્નસ્તનના આધારે મહિલાઓનું ચાર પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. પદ્મિની, ચિત્રિણી, સંદ્યિની અને હસ્તિનીલૃ

કેટલાય નારીવાદી સંગઠનો તેમના આ લેખને પુરુષ કેન્દ્રી માનીને વિરોધ કરી શકે છે. પરંતુ લેખના વાચકો કહે છે કે આ લેખ ખરેખર જ્ઞાનવર્ધક છે. તેમાં એવું કંઈ જ નથી જેનો વિરોધ કરવો જોઈએ. સેકસ જીવનનો અભિન્ન ભાગ છે તેને ખરાબ ન કહી શકાય. ઉલ્ટાનું સેકસ એક ઉત્ત્।મ જીવનશૈલી તરફ પ્રેરિત કરે છે.

(3:43 pm IST)