Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ટયુરિયઝમને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમ હળવા થઇ શકે છે

જીએસટી-નોટબંધીની તકલીફમાંથી રાહત અપાશે : ટયુરિઝમને પ્રોત્સાહન આપવાની મોદીએ વાત કર્યા બાદ જાહેરાતો કરાશે : હવે હોટલ, અન્ય ખર્ચને સામેલ કરાશે

નવી દિલ્હી,તા. ૨૫, નોટબંધી અને જીએસટીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કર્યા બાદ હવે પ્રાથમિકતાના આધાર પર ટ્યુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવાના હેતુસર સામાન્ય બજેટમાં એલટીએ અને એલટીસીના ક્ષેત્રને વધુ વિસ્તૃત કરવામાં આવે તેવી શક્યતા છે. હોટલ અને અન્ય ખર્ચને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટેક્સ બેનિફિટના હેતુસર પ્રવાસ ઉપરાંત હોટલ અને અન્ય ખર્ચનો સમાવેશ કરીને એલટીએના ક્ષેત્રને લંબાવવામાં આવશે.જીએસટી અને નોટબંધીના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટની સામે હાલમાં કેટલીક તકલીફો આવી ચુકી છે. આ સંબંધમાં ટોપ સ્તરે રજૂઆત કરવામાં આવી ચુકી છે. હવે અનવેક પ્રકારના પડકારો વચ્ચે મોદી સરકાર સામે ટ્યુરિઝમ સેક્ટરમાં નવા પ્રાણ ફુંકવા માટે પણ દબાણ છે. સરકાર આ ક્ષેત્રને પ્રાથમિકતા આપવાની વાત વારંવાર કરતી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર વેળા પણ આ વાત કરતા રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ નાણામંત્રાલય દ્વારા દર વર્ષે કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) અને લીવ ટ્રાવેલ્સ એલાઉન્સ (એલટીએ)ને મંજુરી આપવાની દરખાસ્ત ઉપર વિચારણા કરી રહી છે. હાલમાં એલટીએ અથવા તો એલટીસી માત્ર ઇકોનોમિ ક્લાસ વિમાની પ્રવાસ અથવા તો ફર્સ્ટક્લાસ એસી ક્લાસ રેલવે ભાડાને આવરી લે છે. આ સંદર્ભમાં બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. નાણાપ્રધાન અરુણ જેટલી બજેટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં બજેટમાં એલટીએ અને એલટીસીના સ્કોપને વધારીને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. નિષ્ણાતોનો અભિપ્રાય છે કે, ટ્યુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવાથી જુદા જુદા પ્રદેશોના વિકાસને પ્રોત્સાહન મળશે. સાથે સાથે રોજગારીની તકો પણ સર્જાશે. સ્થાનિક પ્રવાસને પ્રોત્સાહન આપવા કેટલીક રાહતો પણ જારી થશે જેના ભાગરુપે વ્યક્તિગતોને કેટલીક ટેક્સ રાહતો પણ મળી શકે છે.

જાણકાર લોકોનું કહેવું છે કે, દર નાણાંકીય વર્ષ માટે એક યાત્રામાં છુટછાટ વધારીવી જોઇએ. હોટલમાં રોકાણ માટે પણ ટેક્સ રાહતો ઉપલબ્ધ થાય તે જરૂરી છે. આમા પરિવારને મદદરુપ થાય તેવો હેતુ રહેલો છે. ભારતમાં ટ્યુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઘણો અવકાશ રહેલોછે.(૯.૪૩)

ટયુરિઝમને પ્રોત્સાહન

*    નોટબંધી અને જીએસટીના કારણે પ્રતિકુળ અસર થયા બાદ  ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઘણી પહેલ થશે

*    એલટીએ અને એલટીસીના સ્કોપને વધુ વિસ્તૃત કરાશે

*    હોટલ અને અન્ય ખર્ચાઓને સામેલ કરી લેવાશે

*    ટેક્સ બેનિફિટના હેતુથી પ્રવાસ ઉપરાંત અન્ય હોટલો અને બીજા ખર્ચાઓને સામેલ કરાશે

*    દર વર્ષે કર્મચારીઓને એલટીસી અને એલટીએની મંજુરી આપવાની દરખાસ્ત

*    નરેન્દ્ર મોદી ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઇચ્છુક દેખાઈ રહ્યા

*    ટ્યુરિઝમથી રોજગારીની તકો પણ વધશે

*    જુદા જુદા પ્રદેશોમાં વિકાસની ગતિને ઝડપી કરાશે

*    વ્યક્તિગતોને કેટલીક ટેક્સ રાહતો પણ આપવા માટે નાણામંત્રી જેટલીની તૈયારી

(3:42 pm IST)