Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પુરીના દરિયાકિનારે બન્યા રપ ફુટ ઊંચા અને પ૦ ફુ઼ટ પહોળા સેન્ડ-સેન્ટા

ભારતના મશહુર સેન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઇકે ક્રિસમસ પહેલાં ઓડિશાના પુરી શહેરના સમુદ્રતટ પર સેન્ટા કલોઝનું વિશાળ રેતશિલ્પ બનાવ્યું છે. દાવો થઇ રહ્યો છે કે સેન્ડથી બનેલા સેન્ટાનો આ ચહેરો દુનિયાની સૌથી મોટી સેન્ટાની કલાકૃતિ છે અને લિમકા બુક ઓફ રેકોડ્ર્સમાં એને સ્થાન મળશે. રેતશિલ્પકારે સેન્ટાની સાથે વિશ્વશાંતિનો સંદેશ પણ લખ્યો છે. આ રેતીના સેન્ટાના ચહેરાની ઊંચાઇ પચીસ ફુટ અને પહોળાઇ પચાસ ફુટની છે. આ સેન્ટ-સ્કલ્પ્ચર બનાવવામાં ૬૦૦ ટન રેતી વપરાઇ હતી અને એ બનાવતાં પૂરા ત્રણ દિવસ લાગ્યા હતા. સુદર્શન સેન્ટ આર્ટ ઇન્સ્ટિટયૂટના ૪૦ શિષ્યોએ તેમને મદદ કરી હતી. આ કલાકૃતિ પુરીના દરિયાકિનારે પહેલી જાન્યુઆરી સુધી પ્રદર્શિત કરવામાં આવશે. એ જોવા માટે હજારો દર્શકોની ભીડ જામી રહી છે. સુદર્શન પટનાઇકને પદ્મશ્રી સન્માન મળ્યું છે.

(3:49 pm IST)