Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

દેવત્વ અને દિવ્યતાની સાથે ઇર્ષા ન કરવી જોઇએ : પૂ. મોરારીબાપુ

મધ્યપ્રદેશમાં ''માનસ રામરાજા'' શ્રી રામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા. રપ :  દેવત્વ અને દિવ્યતાની સાથે ઇર્ષા ન કરવી જોઇએ તેમ પૂ. મોરારી બાપુએ મધ્યપ્રદેશનાં બુંદેલખંડ ખાતે આયોજીત ''માનસ રામરાજા'' શ્રી રામ કથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે ધર્મ સાથે રાગ-દ્વેશની ભાવના ન રાખવી જોઇએ. અને એકબીજાની ઇર્ષા ન કરવી જોઇએ. ''વસુદૈવ કુંટુંબકમ''ની ભાવના કેળવવા અપીલ કરી હતી.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, રાજા ત્રણ પ્રકારના હોય છે. તપસ્વી, મનસ્વી અને યશસ્વી હનુમાન ચાલીસામાં સ્પષ્ટ કહેવાયું છે કે સબ પર રામ તપસ્વી રાજા, તીન કે કાજ સકલ તુમ સાજા મારો રાઘવ રાજા તો છે જ પણ એ તપસ્વીર પણ છે. દશાનન રાવણ એ મનસ્વી રાજા છે. જરૂર એનોય મહિમા છે. તો દશરથ, મનુ, જનક, સત્યકેતુ વગેરે સૌ યશસ્વી રાજાઓ છે. મારા રામની યશસ્વીતા તો છે જ એનો મહિમા આપણે તો શું કહી શકીએ. અયોધ્યામાં રામભદ્ર રાજા હતા તોય ત્યાં એક રજક નીકળ્યો જેને મા ભગવતી-સીતા માથે આળ ચડાવ્યું પણ અહીં આ ઓરછામાં એવું કોઇ ની નીકળ્યું એટલે આ ઓરછાનો મહિમા છે અહીં આ સદ્ગુરૂની ચેતના ભૂમિ પર આ કથા અહેતુક -હેતુરહિત છે પણ અહીંની ગૌશાળામાં પણ સૌ સાધુઓ ગૌમાતાની દિવ્ય સેવા કરી રહ્યા છે. પથમેઢામાં પણ ત્યાંના મહારાજશ્રી ગાયની સેવા અનુપમ રીતે કરી રહ્યા છે. અહીં ગૌશાળામાં પણ કોઇને વીતજા સેવા આપવી હોય તો આપી શકે છે જો કે અહીંના ગુરૂ મહારાજ માગતા નથી પણ કોઇને આપવું હોય તો ગૌશાળા માટે આપી શકે છે. આ તો મને એવો ભાવ થયો એટલે મેં તેમને કહ્યું કથાપૂર્વે ઓરછાધામના સ્વામીશ્રીએ ગુરૂ મહારાજની જન્મશતાબ્દિ નિમિત્તે ૧૦૦ મો જન્મ દિવસ છ એ સંદર્ભ એક મૌલિક પદની ગાન પ્રસ્તુતિ કરી હતી.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે શાસ્ત્રોના આધાર વિશે એક સરસ સુત્રાત્મક વાતે એક સરસ સુત્રાત્મક વાત બાપુએ કહી કેે સમગ્ર વિશ્વમાં શાસ્ત્ર સમાન આધારકાર્ડ બીજુ એકેય નથી ! મહામાનવ અને અવતાર વચ્ચે ઘણો ફેર છે. મંત્રનો પાદુર્ભાવ ઉપરથી થાય છે. અહીં જાય સુત્રોનું પ્રાગટય થતું હોય છે. પણ મંત્ર અને સુત્રનો સમન્વય થાય ત્યારે અવતારનું નિર્માણ થાય છે. પણ સાધુ પરનો ભરોસો જરૂર છે. સાધુ તમને ચરણમાં રાખે કે માથા પર રાખે, જે સ્થિતિમાં રાખે એ સ્વીકારવી, ચિંતા ન કરવી એનું સ્મરણ પણ ધન્ય કરતું હોય છે. ઓરછાધામના આ મહાપુરૂષને સ્પષ્ટ, સ્વસ્થ્ય અને સત્યનું દર્શન થયું જ હશે. તો જ આ પવિત્ર ભૂમિ પર પણ એની ચેતના આપણને સૌને આ ત્રિપાદ-સ્પષ્ટ, સ્વસ્થ્ય  અને સત્ય પરિબળની અનુભૂતિ કરાવે છે.

આજના સમયમાં લોકો મોબાઇલ, વોટ્સેપ વગેરેની ગુંગાલમાં સૌ કોઇ સંપાડાયા છે. એ સંદર્ભે બાપુ, હૃદયપૂર્વક અપીલ-ટકોર કરતા કહ્યું હતું કે આજકાલ લોકો આ મોબાઇલના વોટ્સેપ, ફેસબુક વગેરેએ જે કાંઇ છે એમાં લોકો એવા વચન વ્યસ્થ થઇ જાય છે. કે સમયના સદ્ઉપયોગની ખબર જ નથી રહેતી ટેકનોલોજીનો સંભાળીને ઉપયોગ કરવા હાકલ કરી હતી.

(3:33 pm IST)