Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

એક ફુટ લાંબી પૂંછડીવાળા ત્રણ વર્ષના બજરંગબલી

લખનૌ તા. રપઃ ઉત્તર પ્રદેશમાં અવારનવાર પૂંછડીવાળાં બાળકોને હનુમાનજીની જેમ પૂજવામાં આવતાં હોવાની ખબરો સાંભળવા મળે છે. થોડાંક વર્ષો પહેલાં મુસ્લિમ ધર્મના અર્શદ અલી ખાન નામના ટીનેજરને પીઠ પર પૂંછડી જેવુંદ હતું. ઘણાં વર્ષો સુધી લોકો તેને રોજ બાલાજીના નામે બોલાવતા અને પૂજા કરતા. જો કે અર્શદ તેર વર્ષનો થયો એટલે તેણે એ પૂંછડી કપાવી કાઢેલી. હવે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ક્રિષ્ના યાદવ નામના ત્રણ વર્ષના બાળકનો કિસ્સો ચગ્યો છે. સ્થાનિક લોકો આ શિશુને બજરંગબલીના હુલામણા નામે બોલાવે છે. ક્રિષ્ના જન્મ્યો ત્યારે કરોડરજજુના છેલ્લા હાડકા પાસે થોડોક ઉપસેલો માંસલ ભાગ હતો જે ત્રણ વર્ષમાં વધીને લગભગ એક ફુટ જેટલી લાંબી પૂંછડીમાં પરિવર્તિત થઇ ગયો છે. આ પૂંછડી નકામી હોવાથી એને સર્જરીથી કાઢી નાખવાનું તેના પેરન્ટ્સ વિચારી રહ્યા છે. જોકે પિતા રામસુંદર યાદવનું કહેવું છે કે અત્યાર સુધીમાં જેટલી પણ વાર અમે તેની સર્જરી પ્લાન કરી છે ત્યારે તે બીમાર પડી ગયો છે. એને કારણે હવે પેરન્ટ્સ સહિત પાડોશીઓએ પણ ક્રિષ્નાની આ પૂંછડીને ભગવાનની દેણ માની લીધી છે.

(3:14 pm IST)