Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કોંગ્રેસ હવે નૈતિક જીતનો દાવો નહિ કરેઃ અમિતભાઇનો કટાક્ષ

ત્રણ વિધાનસભા બેઠકો પણ ભાજપે ખૂંચવી લીધી

નવી દિલ્હી તા. ૨૫  ભાજપે રવિવારે ૫માંથી ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીમાં મળેલી જીત બાદ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, તેમને આશા છે કે, આજના પરિણામો બાદ કોંગ્રેસ ફરીથી 'નૈતિક જીત' નો દાવો નહીં કરે, જેવો ગુજરાતમાં તાજેતારમાં સંપન્ન થયેલી ચૂંટણીઓ બાદ કર્યો હતો.

અમિત શાહે ટ્વીટ કર્યું કે, 'મને આશા છે કે, કોંગ્રેસ નેતા આજે નૈતિક જીતનો દાવો નહીં કરે. ગુજરાત અને હિમાચલમાં નકારાયા બદા તેને અરૂણાચલ, ઉત્ત્।ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની જનતાએ પણ ફગાવી દીધા છે. લોકો કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને કુશાસનને નથી સ્વીકારવા માંગતા.'

શાહની પ્રતિક્રિયા કોંગ્રેસના એ નિવેદન બાદ આવી છે, જેમાં દેશની સૌથી જૂની પાર્ટીએ ગુજરાતની ચૂંટણીઓના પરિણામને ભાજપ માટે 'મોટો ઝટકો' અને પોતાના માટે 'નૈતિક જીત' જણાવ્યા હતા.

ઉલ્લેખનયી છે કે, રવિવારે અલગ-અલગ રાજયોની ૫ વિધાનસભા બેઠકો માટે કરાવાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા. તેમાં તમિલનાડુના આર કે નગરમાં એઆઈડીએમકેથી અલગ કરી દેવાયેલા ટીટીવી દિનકરણ જીત્યા હતા. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. આ બેઠક એઆઈડીએમકેના ચીફ અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ ખાલી પડી હતી. તૃણમૂલ કોંગ્રેસના ગીતા રાની ભુંઈયાએ સબાંગ સીટ પરથી જીત મેળવી, જયાં તેમણે સીપીએમના રીતા મંડલને હરાવ્યા.

ઉત્તર પ્રદેશની સિકંદરા સીટ પરથી ભાજપના અજિત પાલ સિંહે જીત્યા, જેમણે સમાજવાદી પાર્ટીના સીમા સચાનને હરાવ્યા. અરૂણાચલના પાકે-કેસાંગથી ભાજપના ઉમેદવાર વી આર વાઘેએ કોંગ્રેસના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કામેંગ ડોલેને હરાવ્યા. એ જ રીતે અરૂણાચલની જ લિકાબાલી બેઠક પરથી ભાજપના ઉમેદવારે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલના ઉમેદવારને હરાવ્યા.(૨૧.૯)

(12:13 pm IST)