Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કરોડોની કરી હતી કમાણી

બિટકોઇનઃ અમિતાભે કમાયેલા કરોડો કલાકોમાં જ ડૂબ્યા

મુંબઇ તા. ૨૫ : બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના કાર્યક્રમ દ્વારા અનેક લોકોને કરોડપતિ બનાવ્યા છે. બિટકોઇનમાં રોકાણ કરીને તેમણે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. અમિતાભે બિટકોઇનની કિંમતોમાં આવેલા ઉછાળાથી ૧૦૦ મિલિયન ડોલર (૬૪૦.૩ કરોડ રૂપિયા) બનાવ્યા હતાં. પરંતુ કિંમતો જેવી નીચે ગઇ કે તેમના રૂપિયા પણ ડૂબી ગયા હતાં.

ભારતના લાખો લોકો બિટકોઇનની વર્ચ્યુઅલ કરન્સીમાં રૂપિયા લગાવીને કરોડપતિ જોવાના સપના જોઇ રહ્યાં છે. અમિતાભ બચ્ચન દેશનું પહેલું સૌથી મોટું નામ છે જે બિટ કોઇન સાથે જોડાયું છે. અમિતાભે ૪ વર્ષ પહેલા જ રોકાણ કર્યું હતું. જોકે, બિટકોઇનની કિંમતોમાં મોટી ચડ-ઉતર ચાલું જ છે. જાણકારોનું કહેવું છે કે બિટકોઇનનો બબલ ફૂટતા પહેલા જોખમકારક બની રહેશે.

અમિતાભે હૈદરાબાદની સ્ટેમ્પેડ કેપિટલના શેર્સ લીધા છે. આ ટ્રેડિંગ કંપની પોતાને રિસર્ચ આધારિત વૈશ્વીક ટ્રેડ હાઉસ જણાવે છે. આ સાથે જ નેનો સેકન્ડમાં કરોડો રૂપિયાનું ટ્રેડિંગ કરે છે. પોતાના રેગ્યુલેટરી કાગળો પર કંપનીએ અમિતાભ બચ્ચનને 'ઇન્ડિવિજયુઅલ નોન પ્રમોટર શેરહોલ્ડર' જણાવ્યા છે. ગત ત્રિમાસિક ગાળામાં અમિતાભ બચ્ચનના આ ટ્રેડિંગ કંપનીમાં ૨.૩૮ ટકા શેર હતાં. બીએસઇના રેકોર્ડ અનુસાર અમિતાભ શેર હોલ્ડર્સના લિસ્ટમાં જૂન ૨૦૧૪થી છે પરંતુ રકમ બદલાતી રહે છે.

૩૦ જૂન, ૨૦૧૪માં બચ્ચને કંપનીમાં ૩.૩૯ ટકા શેર્સની ખરીદી કરી હતી. જેની કિંમત ૯ કરોડ રૂપિયા હતી પરંતુ હવે અમિતાભની તાજેતરની રકમ અડધી થઇને ૪.૭ કરોડ રૂપિયા છે. આ ટ્રેડિંગ કંપની અમેરિકાની એક કંપની લોન્ગફિન કોર્પની પેટા કંપની છે. સ્ટેમપેડનો લોન્ગફિનમાં ૩૭.૧૪ ટકા ભાગ છે. લોન્ગફિનની અન્ય એક કંપનીએ ટેકઓવર કર્યું હતું જે બિટકોઇન બનાવતી હતી. આ રીતે અમિતાભ અપ્રત્યક્ષ રૂપે આ કંપની સાથે જોડાયેલા છે.

(12:19 pm IST)