Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

૯૩ વર્ષના થયા રાજીનીતિ અને કવિતાના 'અટલ': ભાજપ અધ્યક્ષ શુભકામના આપવા પહોંચ્યા ઘરે

સૌથી લાંબા સમય સુધી બીનકોંગી વડાપ્રધાન રહ્યા છે અટલજીઃ પહેલી ચૂંટણી હાર્યા હતા

નવી દિલ્હી, તા. ૨૫ :. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈનો આજે ૯૩મો જન્મ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દિલ્હી સાથે યુપીના પાટનગર લખનઉમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાન મોદીએ અટલના જન્મ દિવસ પર તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યુ છે કે, અટલના નેતૃત્વમાં ભારતે વિકાસ સાધ્યો અને વિશ્વસ્તર પર પોતાની ઓળખ બનાવી હતી. મોદીએ અટલના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અટલજીના જન્મ દિવસે તેમને શુભેચ્છા આપવા તેમના ઘરે ગયા હતા. ૧૯૯૮માં કેન્દ્રમાં પહેલીવાર ભાજપની સરકારનુ નેતૃત્વ કરનાર અટલે ભાજપને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપી હતી. તેઓ લાંબા સમય સુધી બીનકોંગી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. તેમણે ગઠબંધન સરકારનું સફળતાપૂર્વક સંચાલન કર્યુ હતુ. તેઓ પહેલા વિદેશમંત્રી હતા જેમણે યુનોમાં હિન્દીમાં ભાષણ આપી ભારતને ગૌરવ અપાવ્યુ હતું. તેમણે ૧૦૦ વર્ષ જૂનો કાવેરી વિવાદ પણ ઉકેલ્યો હતો. તેમને ભારત રત્ન અને પદ્મવિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.(૨-૬)

(12:19 am IST)