Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ગોવામાં નવા વર્ષની ધૂમઃ ૩૧મીનું હોટલનું એક રાતનું ભાડુ ૧ લાખ રૂપિયા

દેશવિદેશથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છેઃ ટ્રેનો અને વિમાનો હાઉસફુલ

પણજીઃ ગોવામાં નાતાલની દબદબાભેર ઉજવણી થઈ રહી છે. નવુ વર્ષ વધાવવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. નવા વર્ષના પ્રસંગે હોટલના ભાડામાં તોતીંગ વધારો થઈ ગયો છે. તાજ એકસોટીકા રીસોર્ટ એન્ડ સ્પામાં પણ રહેવાનો ક્રેઝ હોય છે. મેક માય ટ્રીપ ગાર્ડન વ્યુ અને બ્રેકફાસ્ટ સાથેનો વિલા રૂમનો ભાવ રૂ. ૮૦૭૦૦ દર્શાવી રહ્યુ છે. આ માત્ર હોટલનો જ ભાવ થયો. હજુ તેમા જીએસટી અને બીજા ચાર્જ-સુવિધા ઉમેરીઓ તો ભાવ રૂ. ૨૨૮૨૦ થાય છે અને ટોટલ એક રાત રહેવાનો ભાવ રૂ. ૧૦૪૩૨૦ થવા જાય છે. આ જ હોટલમાં આ જ રૂમ ૩૧ જાન્યુઆરી માટે બુક કરો તો એટલે ભાવ થવા જાય છે રૂ. ૨૦૭૦૦ જે જીએસટી સાથે અને કુલ રૂમ પડે રૂ. ૨૬૭૨૦માં. અત્યારે જે ભાડા લેવાય છે તેમા બાલી અને દુબઈનુ પેકેજ પણ ૫ થી ૬ દિવસનું આવી જાય. જેમાં રોકાવાનું, ફલાઈટનું વગેરે ભાડુ પણ આવી જાય. ગોવામાં બીજી એક હોટલ છે તાજ ફોર્ટ અગુડા રીસોર્ટ એન્ડ સ્પા તેનો ભાવ એક રાતનો બ્રેકફાસ્ટ સાથેનો રૂ. ૫૨૨૦૦ છે જેમા જીએસટી ઉમેરીએ તો રૂ. ૧૪૮૪૦ વધી જાય અને એક નાઈટનું ભાડુ થાય રૂ. ૬૮૮૪૦. આ જ હોટલ ૩૧ જાન્યુઆરી માટે બુક કરીએ તો એક દિવસનું ભાડુ રૂ. ૧૩૨૦૦ થાય અને જીએસટી સાથે કુલ ૧૭૧૨૦માં પડે. લીલા ગોવા હોટલમાં પણ ભાવ રૂ. ૫૫૯૮૯ છે. જીએસટી સાથે રૂ. ૭૧૬૪૨ થાય. આ જ હોટલનો રૂમ ૩૧ જાન્યુઆરી માટે બુક કરીએ તો ભાવ રૂ. ૨૧૧૯૬ અને જીએસટી સાથે રૂ. ૨૭૩૨૧ થાય. ગોવામા નવુ વર્ષ ઉજવવાનો જબરો ક્રેઝ હોય છે. ટ્રેન અને વિમાન હાઉસફુલ જતા હોય છે. વિમાન ભાડા પણ આસમાને પહોંચી ગયા છે.

(11:43 am IST)