Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ઉત્તર પ્રદેશના મિનીસ્ટરે હેમા માલિની અને યોગીની તુલના રાધા-કૃષ્ણ સાથે કરી

લખનૌ તા. રપ :.. ઉત્તર પ્રદેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન લક્ષ્મીનારાયણ ચૌધરીએ ગઇકાલે એક વિવાદાસ્પદ બયાન આપ્યું હતું. જેમાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સંસદસભ્ય હેમા માલિનીની તુલના રાધા-કૃષ્ણ સાથે કરી બેઠા હતાં. હોળીની તૈયારીઓ સંબંધે  પત્રકારોને માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે રાધા-કૃષ્ણની હોળી બાદ હવે યોગી આદિત્યનાથ અને હેમા માલિનીની હોળી હશે.

લક્ષ્મીનારાયણ ચૌધરી મથુરાના છાતા વિધાનસભાની સીટ પરથી વિધાનસભ્ય છે. બરસાનાની વિશ્વ પ્રસિધ્ધ લઠમાર હોળીના ઉત્સવને કઇ રીતે ભવ્ય બનાવી શકાય એની ચર્ચા કરવા રાજયના પર્યટન વિભાગના પ્રધાને લક્ષ્મીનારાયણ ચૌધરી અને  મથુરાનાં સંસદસભ્ય હેમા માલિની સહિત તમામ વિભાગોના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. મીટીંગમાં પ્રથમ વખત યોગી આદિત્યનાથ હોળી રમવા આવી રહ્યા છે તો એને ભવ્ય  કઇ રીતે બનાવી શકાય એની ચર્ચા પણ થઇ હતી. (પ-૬)

(9:56 am IST)