Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મતદારોને આકર્ષવા માટે મફત ભેટના વચનો આપતા રાજકીય પક્ષોના ચુંટણી ચિહનો જપ્ત કરવાની માંગ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચુંટણીપંચને નોટીસ ફટકારી : ૪ સપ્તાહમાં માગ્યો જવાબ

નવી દિલ્હી તા. ૨૫ : મતદારોને આકર્ષવા માટે, ઘણા રાજકીય પક્ષો વારંવાર રોકડ અને મફતના વચનો આપે છે. રાજકીય પક્ષો દ્વારા આવા વચનો આપવાનું બંધ કરવાની માંગ ઉઠી છે. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે આવા રાજકીય પક્ષોના ચૂંટણી ચિન્હો જપ્ત કરવા અને તેમની માન્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આ અરજી અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે.  પિટિશનમાં એવી માગણી કરવામાં આવી છે કે જે રાજકીય પક્ષોએ જનતાના પૈસાથી વસ્તુઓ મફતમાં વહેંચવાનું વચન આપ્યું હતું તેમની નોંધણી રદ કરવામાં આવે. હવે ચાર સપ્તાહની અંદર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે આ અંગે જવાબ આપવાનો છે.

(3:48 pm IST)