Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સહારાના રણમાં ચોંકાવનારી ઘટનાઃ ધગધગતી રેતી ઉપર બરફવર્ષાઃ વૈજ્ઞાનિકોએ ખતરાની ઘંટડી દર્શાવી


વિશ્વના સૌથી ગરમ રણ સહારામાં બરફ પડવાની ઘટના ચર્ચામાં છે. સહારાનું આ વિશાળ રણ ૧૧ દેશોમાં ફેલાયેલુ છે. અલ્‍જીરીયા, માલી, મોરક્કો, સુદાન, ટયુનીશીયા વગેરેમાં તે ફેલાયેલુ છે. અહીં રેતીના ઢગલા ૧૮૦ મીટર ઉંચા હોય છે. અહીં પાણીની તંગી હોય છે. આવા સુષ્‍ક વિસ્‍તારમાં બરફ પડવો એ ચોંકાવનારી ઘટના છે. સહારાનું રણ કે જ્‍યાં તાપમાન ઘણું ઉંચુ હોય છે ત્‍યાં તાપમાન શૂન્‍યથી પણ નીચે ચાલ્‍યુ ગયુ અને બરફ પડવા લાગ્‍યો. ગ્‍લોબલ વોર્મિંગને કારણે સહારાના રણના વિસ્‍તારમાં પણ વધારો થયો છે. તેનુ ક્ષેત્રફળ ૧૦ ટકા વધી ગયુ છે. જો આવુ થયુ તો આસપાસના દેશોમાં દુષ્‍કાળની સ્‍થિતિ સર્જાશે. ૪૨ વર્ષમાં સહારામાં બરફ પડવાની આ પાંચમી ઘટના છે. જાણવા મળે છે કે જળવાયુ પરિવર્તનને કારણે આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. સહારાના રણમા જ્‍યારે લાલ રેતી ઉપર બરફ પડવા લાગ્‍યો તો નજારો અદભૂત હતો. અત્રે નોંધનીય છે કે સહારાનું રણ વિશ્વનું સૌથી ગરમ સ્‍થળ છે. અહીં વધુમાં વધુ ૫૮ ડીગ્રી તાપમાન નોંધાયુ છે. બરફની ઘટના એક મહત્‍વની ઘટના છે. એક રાતમાં ત્‍યાં તાપમાન માઈનસ ૨ ડીગ્રી નીચે ચાલ્‍યુ ગયુ હતુ. સોશ્‍યલ મીડીયામાં રણની તસ્‍વીરો વાયરલ થઈ છે.

 

(7:06 pm IST)