Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

રિપબ્લિક ડે પર Jioનો નવો પ્લાનઃ ૯૮ રૂપિયામાં અનલિમિટેડ ડેટા

ગ્રાહકોને ૨૮ દિવસ સુધી મફત વોઇસ કોલ્સ અને અનલિમિટેડ ડેટા

નવી દિલ્હી તા. ૨૪ : રિલાયન્સ જિયોએ પ્રજાસત્ત્।ાક દિવસ નિમિત્ત્।ે નવા પ્લાન રજૂ કર્યા છે. જિયોએ માત્ર ૯૮ રૂપિયામાં ૨૮ દિવસો માટે અનલિમિટેડ પ્લાનની સાથે ૫૦% વધુ ડેટાની ઓફર આપી છે. નવા ટેરિફ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮થી ઉપલબ્ધ રહેશે.

આ ધમાકેદાર ઓફર અંતર્ગત ગ્રાહકોને ૨૮ દિવસ સુધી મફત વોઈસ કોલ્સ અને અનલિમિટેડ ડેટા મળશે.

જિયોએ દાવો કર્યો છે કે, તેના પ્લાન્સ અન્ય કંપનીઓના પ્લાન્સથી ૫૦ રૂપિયા સસ્તા છે અને સમાન કિંમતોમાં ૫૦% વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.

તમામ વર્તમાન ડેઈલી 1 GB વાળા પેકસને વધારે ડેઈલી 1.5 GB કરી દેવામાં આવ્યા છે. 1.5 GB વાળા પેકને પ્રતિદિવસ 2 GBના કરી દેવામાં આવ્યા છે.

જિયો ફલેગશિપ ૩૯૯ રૂપિયા વાળા પ્લાનને હવે ૮૪ દિવસ માટે ફ્રી વોઈસ, અનલિમિટેડ ડેટા (1.5 GB ડેઈલી), અનલિમિટેડ મેસેજ અને જિયો એપનું પ્રીમિયમ સબસ્ક્રીપ્શન આપશે.

(10:11 am IST)