Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બિડેન લોબીસ્ટનો 'નોકર' અને અમેરિકનોને લોહી લુહાણ કરનાર ગીધ : ટ્રમ્પ

બિડેને સપ્ટેમ્બરમાં વિક્રમી ૩૮.૮ કરોડ ડોલર ભેગા કરતાં ટ્રમ્પ હતાશ

એરી,તા.૨૩ : સપ્ટેમ્બર મહિનામાં વિક્રમી ફંડ ઉભી કરનાર અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રમુખ ટ્રમ્પના ડેમોક્રેટિક હરિફ જો બિડેન પર પ્રહાર કરતાં કહ્યું  હતું કે જો બિડેન તો લોબીસ્ટરનો નોકર અને અમેરિકાનો લોહી ચુસનાર ગીધ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ ભંડોળ ઉભુ કરનારાઓનો કિંગ બની શકે છે, પરંતુ બનવું નથી. બિડેને પોતાની ચૂંટણી જીતવાના પ્રયાસમાં સપ્ટેમ્બરમાં ૩૮.૩ કોડ ડોલર ઉભા કર્યા હતા જે એક નવો જ રેકોર્ડ છે.

'બિડેન વૈશ્વિક, લોબીસ્ટર, માલદાર દાતાઓ અને અમેરિકનનોનો લોહી ચુસનાર વોશિંગ્ટન વલ્ચર (ગીધ) છે. તેમને ખબર હશે કે મેં અગાઉ પણ આવું કહ્યું હતું. મેં કયારે પણ વિચાર્યું નહતું, કારણકે તેઓ ખુબ ભંડોળ ઉભું કરી રહ્યા છે. ૩૦ લાખ ડોલર તેમણે ભેગા કર્યા હતા. હું પણ તમામ ભંડોળ ઊભું કરનારાઓમાં કિંગ બની શકું છું, પણ મારે બનવું નથી' એમ તેમણે મંગળવારે એક રેલીમાં કહ્યું હતું. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં ટ્રમ્પ કરતાં બિડેનને વધુ દાન મળી રહ્યું હતું.  ઉપરોકત આંકડા ફેડરલ ઇલેકશન કમિશન દ્વારા અપાયા હતા. બિડેન પાસે બેન્કમાં ૧૭.૭ કરોડ ડોલર જ્યારે ટ્રમ્પ પાસે ૬૩.૧ કરોડ ડોલર છે. સપ્ટેમ્બરમાં બિડેનને ૩૮.૮ કરોડ ડોલર દાનમાં મળ્યા હતા. તેની પાસે પહેલાના મહિનામાં બિડેનને ૩૬.૪૫ કરોડ ડોલર મળ્યા હતા.

'મને ટોચની એક સો કંપનીઓની યાદી આપો હું તેમના વડાઓને બોલાવીશ. હું જે કંઇ માગીશ તેઓ આપશે,પરંતુ સમસ્યાએ છે કે હું તેમનો ઋણી છું. તેઓ સારા લોકો છે. તેઓ તમારી સાથે સારી રીતે વર્તશે. પણ મારે એવું કરવું નથી. અમને પૈસાન જરૂર નથી. તેઓ મોટો સોદા કરે છે જે મારે કરવા નથી' એમ ટ્રમ્પે કહ્યું હતું.

(3:10 pm IST)