Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ફેસલેસ એસેસમેન્ટમાં કલમ ૪૪ એડી હેેઠળના વેપારીઓને હાલાકી વધી

ઉછીના નાણાંને ટર્નઓવર ગણી તેના પર ઇન્કમટેકસની ડિમાન્ડ કાઢી

ફેસલેસ એસેસમેન્ટમાં ટેકસ ડિમાન્ડનો ડ્રાફટ જ તૈયાર કરીને મોકલાયાને સાથે શોકોઝ નોટીસ પણ પાઠવી

નવી દિલ્હી,તા. ૨૮: વેપાર માટે વેપારી દ્વારા બજારમાંથી ઉછીના લેવામાં આવેલા નાણાંને ટર્નઓવરની આવક ગણીને તેના પર નફો તારવીને આવકવેરા અધિકારીઓએ ગુજરાતના વેપારીઓને નોટીસો ફટકારવા માંડી છે. આ માટેની કારણદર્શક નોટીસ સાથે તેમણે ટેકસ ડિમાન્ડનો ડ્રાફટ એટલે કે કાચો મુસદ્દો પણ મોકલી આપવામાં આવી રહ્યા છે. પરિણામે વેપારીઓએ અપીલમાં જવાની ફરજ પડી રહી છે. તેમ જ બિનજરૂરી વિવાદોમાં ઘસડાવું પડી રહ્યું છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો બોરોઇંગને ટર્નઓવર તરીકે ગણતરીમાં લઇને તેના પરનો નફો તારવી નફાની રકમ પર ટેકસ ગણીને તે જમા કરાવા માટેનો ડ્રાફટ ઓર્ડર-કાચો ઓર્ડર વેપારીઓને મોકલવામાં આવી રહ્યો છે.

નવાઇ પમાડે તેવી બાબત તો એ છે કે જે વ્યકિત પાસેથી અનસિકયોર્ડ લોન લીધી હોય તે લોનની રકમ બેલેન્સશીટમાં બતાવી હોય, આપનારના બેન્ક ખાતાના ઉતારા રજૂ કર્યા હોય, ઉછીની આ રકમ સામે વ્યાજની ચુકવણી કરવામાં આવી હોવાના તમામ પુરાવાઓ રજુ કર્યા હોવા છતાંય આવકવેરા અધિકારીઓ તેને માન્ય રાખતા નથી અને તેને વેપારીની આવક ગણી લઇને તેના પર ટેકસના લેણા કાઢીને તે રકમ જમા કરાવવા માટેની કારણદર્શક નોટીસ પણ આપી રહ્યા છે.

વેપારીએ શરાફી ધિરાણ લીધું હોય અને તે રકમ તેમના ખાતામાં સીધું જમા આવ્યા હોય, તેમ જ તે રકમ પર વ્યાજ પણ ચુકવવામાં આવ્યું હોવા છતાંય તેને ટર્નઓવર નાણા ગણીને તેના પર નફો નક્કી કરીને વેપારીઓ પર ટેકસની લાયેબિલીટી ઉભી કરી રહ્યા છે. આવકવેરા ધારાની કલમ ૪૪ એડી અને ૪૪ એબીની જોગવાઇ હેઠળ કોઇ પણ કરદાતા તેના કુલ ટર્નઓવરના ૮ ટકા મુજબ ટેકસ જમા કરાવી દે છે ત્યારબાદ તેમણે હિસાબના ચોપડા રાખવા પણ જરૂરી ન હોવાનું આવકવેરા ધારામાં જ નક્કી કરાયેલુ છે.

આવકવેરા અધિકારીઓને કાયદાની કલમ અંગે પુરતી જાણકારી ન હોવાથી કલમ અંગે પુરતી જાણકારી ન હોવાથી અને એકાઉન્ટિગના જ્ઞાન ન હોવાથી તેઓ કાયદાકીય જોગવાઇથી વિપરીત નિર્ણયો લઇ રહ્યા છે. આ અધિકારીઓની એકાઉન્ટિગની તથા કાયદાની કલમો અંગે વ્યવસ્થિત સમજણ આપવામાં આવે તો તેઓ મનસ્વી આદેશો કરતા અટકી જશે. તેમ ટેક્ષ એકસપોર્ટરનું માનવું છે.

(9:51 am IST)