Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૭૮૬ મામલા નોંધાયા

એક્ટિવ કેસ ૮ મહિનામાં સૌથી ઓછા : ૨૪ કલાકમાં ૨૩૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે

નવી દિલ્હી, તા.૨૨ : કોરોનાના કેસમાં ફરી સામાન્ય વધારો જાવા મળ્યો છે. તેમ છતાં એક્ટિવ કેસમાં ઘટાડો યથાવત છે.  ગત ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૭૮૬ મામલા નોંધાયા છે. રાહતની વાત એ છે કે દેશમાં જેટલા લોકો દોર કોરોનાનો શિકાર બની રહ્યા તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. ગત ૨૪ કલાકમાં ૧૮, ૬૪૧ લોકો સાજા થયા છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૮ મહિનામાં સૌથી ઓછી છે. કોરોનાથી મરનાર લોકોની વાત કરીએ તો ગત ૨૪ કલાકમાં ૨૩૧ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૭૫, ૭૪૫ સુધી પહોંચી ગઈ છે. પરંતુ કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. જે સારો છે. વર્તમાન જોઈએ તો કુલ ૩,૩૫, ૧૪, ૪૪૯ લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશનો દૈનિક અને સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ ઓછો બનેલો છે. ગત ૧૧૯ દિવસો માટે અઠવાડિક પોઝિટિવિટી દર (૧.૩૧ટા) ૩ ટકાથી ઓછો બનેલો છે. ત્યારે દૈનિક પોઝિટિવિટી દર (૧.૧૯ટકા) ગત ૫૩ દિવસોમાં ૩ ટકાથી ઓછો છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત કોરોનાના મામલાની ઓળખ કરવા માટે દેશમાં મોટા સ્તર પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં ૫૯.૭૦ કરોડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત દેશભરમાં લોકોને વાયરસથી સુરક્ષા પ્રદાન કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૦૦.૫૯ રસી લગાવાઈ ચૂકી છે.

(8:41 pm IST)