Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના સાળા પર EDની કાર્યવાહી મામલે શરદ પવાર અને સંજ્ય રાઉતે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

રાજકીય લાભ માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ:થોડા વર્ષો પહેલા ઘણા લોકોને ED વિશે ખબર પણ ન હતી,પરંતુ એટલો દુરુપયોગ થઈ રહ્યો છે કે ગામડાના લોકો પણ તેના વિશે જાણે છે

મુંબઈ :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાળાની  કંપનીના રૂ. 6.45 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉત અને NCP પ્રમુખ શરદ પવારે EDની આ કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંબંધી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી તપાસ તાનાશાહી દર્શાવે છે. તેમણે કહ્યું, “ભાજપ તે રાજ્યોમાં આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે જ્યાં તે સત્તામાં નથી,તેનો અર્થ સ્પષ્ટ છે કે શક્તિ બતાવી રહી છે

શિવસેના અને કોંગ્રેસની સાથે મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહેલા NCPના વડા શરદ પવારે પણ EDની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. કેન્દ્ર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, “રાજકીય લાભ માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા ઘણા લોકોને ED વિશે ખબર પણ ન હતી, પરંતુ આજે તેનો એટલો દુરુપયોગ થઈ રહ્યો છે કે ગામડાના લોકો પણ તેના વિશે જાણે છે.”

શરદ પવારે કહ્યું, “આ સંસાધનોનો દુરુપયોગ (કેન્દ્રીય એજન્સીઓ) આજે રાષ્ટ્ર સમક્ષ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. રાજકીય કારણોસર કેટલાક લોકોને હેરાન કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.”

EDએ જણાવ્યું હતું કે તેણે મુંબઈ નજીક થાણે સ્થિત શ્રી સાંઈબાબા હોમ નિમરુધિ પ્રાઈવેટ લિમિટેડના નીલાંબરી પ્રોજેક્ટમાં 11 રહેણાંક ફ્લેટને અટેચ કરવા માટે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો છે. તે જણાવે છે કે ઠાકરેની પત્ની રશ્મિના ભાઈ શ્રીધર માધવ પાટણકર શ્રી સાંઈબાબા ગૃહનિરુડી પ્રાઈવેટ લિમિટેડની માલિકી ધરાવે છે અને તેનું નિયંત્રણ કરે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે તે જ મહિનામાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નજીકના સંબંધીઓ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા. શિવસેનાનો આરોપ છે કે કેન્દ્ર સતત એજન્સીઓ દ્વારા તેમની પાર્ટી સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવી રહ્યું છે.

(12:35 am IST)