Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા :TMC નેતાની હત્યા બાદ 40 મકાનો સળગાવાયા : 10 લોકોના મોત

બરશાલ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખનો મૃતદેહ મળ્યા બાદ તંગદિલી

કોલકતા : પશ્ચિમ બંગાળમાં ફરી હંગામો થયો છે. તૃણમૂલ કોંગ્રેસના (TMC) વડાની હત્યા પછી, કેટલાક લોકોએ ગઈકાલે રાત્રે બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બોગતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી. આગમાં દાઝી જવાથી 10 લોકોના મોત થયા હતા. અન્ય 38 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. આગની આ ઘટનામાં 40 ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે રામપુરહાટ શહેરની બહારના બોગાતુઈ ગામમાં ઘરોમાંથી અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જો કે દાવો કર્યો છે કે ઘટનાસ્થળેથી 10 બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બરશાલ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખનો મૃતદેહ સોમવારે આ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.

(11:37 pm IST)