Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

હવે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો : પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો લિટરે વધારો

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારાના લીધે ભાવમાં હજુપણ ભાવમાં તોતિંગ વધારો થઇ શકે

નવી દિલ્હી : યુક્રેન અને રશિયાના યુદ્વના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો થતાં દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો જ હતો જે અતર્ગત આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો હતો ,હવે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે,પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો થયો છે, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક તેલની કિંમતોમાં વધારો થવાને કારણે થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ફરી વાર વધારો કરવામાં આવ્યો છે પ્રતિ લીટર અનુક્રમે 80 અને 82 પૈસાનો  વધારો કરવામાં આવ્યો છે. હવેથી રોજેરોજ ભાવ વધારાની પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલના ભાવ વધતા અમદાવાદમાં પેટ્રોલની નવી કિમત 95,87 અને ડીઝલમાં 89.91 રૂપિયા થઇ છે, આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારાના લીધે ઙભાવમાં હજુપણ ભાવમાં તોતિંગ વધારો થઇ શકે છે. રશિયા અને યુક્રેનના યુદ્વની અસરથી ક્રુડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે જેના લીધે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે.

બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમા વધારો.
           આંતરરાષ્ટ્રીય બજારમા ક્રૂડના ભાવમા થયેલ વધારાને લીધે આજે બીજા દિવસે પણ પેટ્રોલમા 80 પૈસા અને ડીઝલમા પ્રતિ લીટર 82 પૈસાનો ભાવ વધારો થયો છે.
         પાંચ રાજયોની ચુંટણી પુરી થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ડામ પ્રજા ઉપર ઝીંકાશે તેવી વાતો ધણા વખતથી થતી હતી ત્યારે ગઈ કાલથી શરૂ થયેલ ભાવ વધારો કયા જઈ અટકશે તે આગામી દિવસોમા ખબર પડશે.
        મોધવારીથી પીડાતી પ્રજાને આગામી દિવસોમા વધુ મોધવારીનો સામનો કરવો પડશે !
         ભાવ વધારો સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

(10:23 pm IST)