Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો દ્વારકા કાર્યક્રમ અચાનક મુલતવી રખાયો : સંભવત આવતા માસે પોરબંદરના કાર્યક્રમમાં દ્વારકા દર્શન કાર્યકમ યોજાશે

રાષ્ટ્રપતિની સલામતી માટે રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ દ્વારા જબબર સુરક્ષાચક્ર ગોઠવાયું

રાજકોટ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના હતા તેમાં મોટો ફેરફાર થયો છે, રાષ્ટ્રપતિ તા,24મીએ દ્વારકા જગતમંદિરે જવાના હતા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી તેવામાં એકાએક રાષ્ટ્રપતિનો દ્વારકાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે
દરમિયાન સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત થતા નિર્દેશ મુજબ રાષ્ટ્રપતિનો દ્વારકાનો પોગ્રામ હાલ તુર્ત મુલતવી રાખી અને સંભવિત રાષ્ટ્રપતિ આવતા માસે પોરબંદરની મુલાકાતે આવવાના છે ત્યારે દ્વારકાનો પોગ્રામ તેમાં સામેલ કરવામાં આવશે તેવી સંભાવના નકારાતી નથી
અત્રે યાદ રહે કે રાષ્ટ્રપતિના જામનગર સહિતના હાલાર પંથકના આગમન સંદર્ભે રાજકોર રેન્જ વડા સંદીપસિંહ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
અકિલા સાથેની વાતચીતમાં ડીઆઈજી સંદિપસિંહે પણ દ્વારકાના કાર્યક્રમ મુલતવી રહ્યાંની બાબતને સમર્થન આપ્યું છે તેઓએ વિશેષમાં જણાવેલ કે રાષ્ટ્રપતિના સુરક્ષા વ્યવાસ્થામાં કોઈ કચાસ રાખવામાં આવશે નહીં

(9:18 pm IST)