Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

મની લોન્ડરીંગ કેસમાં ED દ્વારા ચાલતી તપાસને TMC મહામંત્રી અભિષેક બેનર્જીએ સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા

ટીએમસી નેતાએ EDના અધિકાર ક્ષેત્રને જ પડકાર્યું :EDનું સંભવત: એમ માનવું છે કે આ ‘મની લોન્ડરીંગ’ કેસના તાર, બંગાળ કોલસા ગોટાળા સાથે જોડાયેલા

નવી દિલ્હી : મની લોન્ડરીંગ કેસમાં ED દ્વારા ચાલી રહેલી તપાસનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસના મહામંત્રી અભિષેક બેનર્જી અને તેમના પત્ની રૂસરા બેનર્જીએ ED(એન્ફોર્સમેન્ટ ડીરેક્ટર)નાં કાર્યક્ષેત્ર અંગે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેમણે EDના અધિકાર ક્ષેત્રને જ પડકાર્યું છે.EDનું સંભવત: એમ માનવું છે કે આ ‘મની લોન્ડરીંગ’  કેસના તાર, બંગાળ કોલસા ગોટાળા સાથે જોડાયેલા છે. અભિષેક બેનર્જી શનિવારે ઈડીના દિલ્હી સ્થિત કાર્યાલયમાં હાજર થયા હતા. તે  સર્વવિદિત છે. ત્યાં તેઓની પૂછપરછ કરવામાં આવી હતી.

 ૨૦૨૧ ની બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી બેનર્જીની ૮ કલાકથી પણ વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. આમ અભિષેકે પશ્ચિમ બંગાળ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેઓ બંગાળના વતની હોવાથી તેમની પૂછપરછ બંગાળમાં જ થવી જોઈએ. વળી – EDની એક ઓફિસ કોલકત્તામાં પણ છે. તેથી તેઓની પૂછપરછ કોલકત્તામાં જ થવી જોઈએ. પરંતુ હાઈકોર્ટે તેમની અરજી અસ્વીકૃત ગણી હતી. જોકે બેનર્જીએ દિલ્હી જવાની તેઓની અશક્તિની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેઓને લાંબી મુસાફરી નહીં કરવાની તબીબોએ સલાહ આપી છે. તેમણે કોલકત્તામાં જ તેમની પૂછપરછ થાય તે માટે ED ને આદેશ આપવા સુપ્રીમ કોર્ટને અરજી કરી છે. તેઓએ કહ્યું હતું કે મને ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે. EDનું કાર્યાલય કોલકત્તામાં પણ છે.

રવિવારે તેમણે કહ્યું હતું કે ”અમે ભાજપ સામે ઝૂકશું નહીં. તેઓ બદલો લેવા માટે આમ કરી રહ્યું છે કારણ કે બંગાળે ભાજપને જાકારો આપ્યો છે.”

(8:48 pm IST)