Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

અમેરિકામાં લોકગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ :હ્યુસ્ટન શોમાં પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા

- ડલ્લાસ, ટેક્સાસ અને અને હ્યુસ્ટનમાં ભારતીય સંસ્કૃતિનો અહેસાસ કરાવતા લોકડાયરાની મૌજ : ટેક્સાસ ઇવેન્ટ આખી હાઉસફુલ થઈને વેચાઈ ગઈ

રાજકોટ : અમેરિકામાં લોકગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થઇ રહ્યો છે, શનિવાર નાઇટ શો ડલ્લાસ, ટેક્સાસ અને અને હ્યુસ્ટનમાં રવિવારનો રાત્રી શો છે, ટેક્સાસ  ઇવેન્ટ આખી હાઉસફુલ થઈને વેચાઈ ગઈ હતી. યુએસએમાં ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ એવા ગીતાબેન રબારી સાથે લોક ડાયરોમાં જોડાઈને આપણી સંસ્કૃતિની ઉજવણી કરી રહ્યા છે અને ગુજરાતીનું જતન કરી રહ્યા છે.
મનપસંદ કમ્પનીના ભાવના મોદી દ્વારા યુએસએમાં ગીતાબેન રબારીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
હ્યુસ્ટન શોનું આયોજન મસ્તી જૂથના નિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને હ્યુસ્ટનના પ્રેક્ષકો ક્રેઝી થઈ ગયા હતા અને સ્ટેજ પર ડોલરનો વરસાદ કર્યો હતો અને પ્રેક્ષકોને લાગ્યું કે તેઓ ભારતમાં છે.

(7:14 pm IST)