Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

દિલ્‍હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની બની : ઢાંકા બીજા નંબરે

નવી દિલ્‍હી, તા. ૨૨: ભારતની રાજધાની દિલ્‍હીના નામે એક અનિચ્‍છનીય રેકોર્ડ નોંધવામાં આવ્‍યો છે. હકીકતમાં દિલ્‍હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. દિલ્‍હી બાદ બીજો નંબર બાંગ્‍લાદેશની રાજધાની ઢાંકાનો આવે છે.
ચાડની રાજધાની નજામિના ત્રીજી સૌથી વધારે પ્રદૂષિત રાજધાની છે. આ પછી તાજિકિસ્‍તાનની રાજધાની દુશાન્‍બે અને ઓમાનની રાજધાની મસ્‍કત સૌથી પ્રદૂષિત રાજધાનીઓમાં સામેલ છે.
દિલ્‍હીમાં 2021 માં PM2.5 થી 96.4 Ig/m3 થઈ ગઈ. આ 2020માં 84 Ig/m3 હતી. ૨૦૨૦ માં તે 84 Ig/m3 હતી. દિલ્‍હીમાં આ વર્ષે PM2.5 માં ૧૪.૬ ટકાનો વધારો જોવા મળ્‍યો છે.ભારતમાં દિલ્‍હી સહીત કેટલાય રાજ્‍યોમાં પ્રદૂષણની સમસ્‍યા સતત વધી રહી છે. ૨૦૨૧માં સેન્‍ટ્રલ અને સાઉથ એશિયાના ૧૫ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૧૨ શહેરો ભારતના હતા.

 

(3:27 pm IST)