Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

યુક્રેનમાં મેડિકલનો અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત : વગર પરીક્ષાએ મળશે પ્‍ગ્‍ગ્‍લ્‍ની ડિગ્રી

યુક્રેનની સરકારે લાઇસન્‍સિંગ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો

મોસ્‍કો,તા. ૨૨ : યુક્રેનમાં મેડિસિનનો અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન છે. રશિયા અને યુક્રેન વચ્‍ચેનું યુદ્ધ ક્‍યારે સમાપ્ત થશે અને ભારતના વિદ્યાર્થીઓ ત્‍યાં ફરી ક્‍યારે પાછા ફરશે તે વિશે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ આ દરમિયાન ત્‍યાં ભણતા પ્‍ગ્‍ગ્‍લ્‍ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે.

યુક્રેનની સરકારે લાઇસન્‍સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને આ પરીક્ષા વિના પ્‍ગ્‍ગ્‍લ્‍દ્ગક ડિગ્રી મળશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં મેડિસિન અને ફાર્મસીનો અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષાને ધ્‍ય્‍બ્‍ધ્‍-૧ અને ધ્‍ય્‍બ્‍ધ્‍-૨ નામ આપવામાં આવ્‍યું છે. તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં ધ્‍ય્‍બ્‍ધ્‍-૧ પરીક્ષા પાસ કરવી પડશે. જયારે છેલ્લા એટલે કે ચોથા વર્ષમાં ધ્‍ય્‍બ્‍ધ્‍-૨માં પાસ થવાનું હોય છે. તે પછી જ તેમને અંતિમ ડિગ્રી આપવામાં આવે છે.

યુક્રેનની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરાયેલી સૂચના અનુસાર, ધ્‍ય્‍બ્‍ધ્‍-૧ આવતા વર્ષ સુધી રદ કરવામાં આવી છે. જયારે આ વર્ષ માટે ધ્‍ય્‍બ્‍ધ્‍-૨ રદ કરવામાં આવી છે. પヘમિ બંગાળની એક વિદ્યાર્થીની સુધાજયોતિ સિંઘાએ જણાવ્‍યું કે વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. તેણે કહ્યું, ‘બંગાળમાં કુલ ૧૩ વિદ્યાર્થીઓ છે. રાજય સરકારે અમને પહેલાથી જ સરકારી હોસ્‍પિટલમાં ઇન્‍ટર્નશિપ કરાવવાનું વચન આપ્‍યું છે.

આજે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે રશિયન આક્રમકતા વચ્‍ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું સૌથી પડકારજનક કાર્ય પૂર્ણ થઈ ગયું છે. કેન્‍દ્ર સરકારના ઓપરેશન ગંગા હેઠળ, ૨૦,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા.

(3:23 pm IST)