Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ભારતનો વિશ્વમાં ડંકોઃ માત્ર ૧૪ મહિનામાં જ કોવિડ વેક્‍સિનેશનનો આંકડો ૧૮૧.૫૬ કરોડ ડોઝને પાર

પ્રથમ ૨૫ કરોડ ડોઝને ૧૪૫ દિવસ,૫૦ કરોડને ૫૬ દિવસ, ૧૦૦ કરોડના ઐતિહાસિક લક્ષ્યાંક સુધી પહોંચવામાં ૭૮ દિવસ લાગ્‍યા હતા : સબકા પ્રયાસનું સાર્થક ઉદાહરણ : આરોગ્‍ય મંત્રી મનસુખભાઈ માંડવિયા

નવી દિલ્‍હી, તા.૨૨: ભારતમાં રસીકરણ અભિયાનનો આંકડો ૧૮૧.૫૬ કરોડ ડોઝને વટાવી ગયો છે. ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર ૧૪ મહિનામાં હાંસલ કરી છે. વિશ્વના કોઈ પણ દેશમાં આટલી ઝડપથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં નથી આવ્‍યું. આ સિદ્ધિ પર દેશના આરોગ્‍ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરેકના પ્રયાસોની શક્‍તિનું સાર્થક પરિણામ છે કે, આપણે આ સફળતા મેળવી શકયાં. તેમણે પોતાના ટ્‍વીટમાં લખ્‍યું છે કે, લોકોની ભાગીદારીની ભાવનાથી પ્રેરિત ભારતની રસીકરણ યાત્રા અસાધારણ રહી અને તે સબકા પ્રયાસનું સાર્થક ઉદાહરણ છે.કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક ચાર્ટ રજૂ કરતાં જણાવ્‍યું કે, કેવી રીતે ભારતે જનભાગીદારી સાથે આટલું વિશાળ રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ૧૬ જાન્‍યુઆરી ૨૦૨૧ ના રોજ શરૂ થયું હતું. ભારતને ૨૫ કરોડ કોવિડ ૧૯ રસીના ડોઝ સુધી પહોંચવામાં ૧૪૫ દિવસ લાગ્‍યાં પરંતુ ત્‍યાર બાદ તેણે જે ગતિ પકડી તે તો અટકવાનું નામ નથી લઇ રહી. ૯ જૂન ૨૦૨૧ સુધીમાં ભારતમાં ૨૫ કરોડ ડોઝ આપવામાં આવ્‍યાં હતાં. બીજી તરફ, ૪ ઓગસ્‍ટ ૨૦૨૧ સુધી ભારતમાં કુલ ૨૫ કરોડ ડોઝ આપવામાં આવ્‍યા હતાં. એટલે કે, જ્‍યાં ભારતને ૨૫ કરોડ સુધી પહોંચવામાં ૧૪૫ દિવસ લાગ્‍યાં ત્‍યાં ૨૫થી ૫૦ કરોડ સુધી પહોંચવામાં માત્ર ૫૬ દિવસ લાગ્‍યાં.

 શરૂઆતમાં, દરેકની માટે રસી ન હતી પરંતુ ત્‍યાર બાદ ૨૧ જૂન, ૨૦૨૧ નાં રોજ કોવીડ રસીકરણ અભિયાનનો નવો તબક્કો શરૂ થયો. જેમાં બધાની માટે વેક્‍સિનની માત્રા સુનિヘતિ કરવામાં આવી. ભારતે ૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ નાં રોજ રસીકરણના ૭૫ કરોડ ડોઝને પાર કર્યો અને ૨૧ ઓક્‍ટોબર, ૨૦૨૧ નાં રોજ ૧૦૦ કરોડ રસીકરણની મોટી ઉપલબ્‍ધિ હાંસલ કરી લીધી હતી. એટલે કે ૫૦ થી ૭૫ કરોડ સુધી પહોંચવામાં માત્ર ૩૪ દિવસ અને ૭૫ થી ૧૦૦ કરોડના ઐતિહાસિક લક્ષ્યાંક સુધી પહોંચવામાં ૪૪ દિવસનો સમય લાગ્‍યો હતો. ભારતમાં અત્‍યાર સુધીમાં ૧૮૧.૫૬ કરોડ ડોઝ આપવામાં આવ્‍યાં છે. એ જ રીતે ૨ ડિસેમ્‍બર, ૨૦૨૧ સુધીમાં ભારતે ૧.૨૫ કરોડ વેક્‍સિનના ડોઝ લગાવવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે અને આ ૨૫ કરોડમાં ભારતને ૪૨ દિવસનો સમય લાગ્‍યો.

(3:23 pm IST)