Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

મહાકાલેશ્વર મંદિરના નવા કોરીડોરમાં મૂર્તિઓમાં હશે કયુઆર કોડઃ ભાવિકો કથાઓ વાંચી શકશે

પ્રતિમાઓનું નિર્માણ લાલ પથ્થર અને ેખાસ મટીરીયલથી બનાવાશેઃ ૧૦૦ વર્ષ સુધી ખરાબ નહીં થાય

ઉજજૈનઃ તા.૨૨: મહાકાલેશ્વર મંદિરમાં શ્રધ્ધાળુઓ મોબાઇલ ઉપર ભગવાન શિવ સાથે જોડાયેલ કથા વાંચી શકશે. મંદિરના નવા કોરીડોરમાં લગાડાયેલ પ્રતિમાઓ ઉપર કયુઆર કોડ સ્કેન કરતાની સાથે જ તેની સાથે જોડાયેલ કથાઓ ભાવિકના મોબાઇલ ઉપર આવી જશે. પ્રતિમાઓને લાલ પત્થર અને એવા મટીરીયલથી બનાવામાં આવી રહી છે, જે ૧૦૦ વર્ષો સુધી ખરાબ નહીં થાય. મંદિરનું ૭૦૩ કરોડ રૂપીયાના ખર્ચે કામ ચાલી રહ્યું છે.
પહેલા તબકકાનું ૮૫ ટકા કામ પુરૂ થઇ ચુકયુ છે. મહાકાલ પથ પણ બની ચુકયો છે. મુખ્ય દ્વારથી લઇને પબ્લીક પ્લાઝા અને મંદિરના ગેઇટ નંબર ૧૩ સુધી લગભગ ૯૨ પ્રતિમાઓ સ્થાપીત કરાઇ છે. ઘણી પ્રતિમાઓને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે.
આ પ્રતિમાઓમાં ૯ થી લઇને ૨૫ ફુટની પ્રતિમાઓ સામેલ છે. જે તાપ-પાણી-ઠંડીથી સુરક્ષિત રહેશે. તેના રંગો પણ લાંબા સમય સુધી ટકી રહેશે. જેનું નિર્માણ ગુજરાત અને રાજસ્થાનના કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું. પ્રતિમાઓની સાથે ૧૦૮ સ્તંભ પણ લગાડાયા છે. અહીં આનંદ તાંડવ પ્રતિમા પણ છે.
મહાકાળ પથ ઉપર નીલકંડ મહાદેવ, ત્રિવેણી પ્લાઝાએ શિવ શકિત અને શ્રીકૃષ્ણ કૈલાશ ઉપર શિવ, યમ સંવાદ, ગજાસુર સંહાર, આદી યોગી શિવ, યોગેશ્વર અવતાર, કૈલાશ ઉપર રાવણ સહિત અન્ય પ્રતિમાઓ છે.

 

(2:56 pm IST)