Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ઇકોનોમિક વીકર સેક્શન EWS : આર્થિક રીતે પછાત વર્ગ માટે વાર્ષિક 8 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર : એપ્રિલ માસમાં સુનાવણી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે એપ્રિલમાં NEET પ્રવેશ માટેના ઓલ ઈન્ડિયા ક્વોટામાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત મેળવવા માટેની ઉપલી મર્યાદા તરીકે રૂ. 8 લાખની વાર્ષિક આવક મર્યાદાના માપદંડની માન્યતાને પડકારતી અરજીઓને મંજૂરી આપી હતી.

આ અરજીઓ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાન્તની બેન્ચ સમક્ષ લિસ્ટ કરવામાં આવી હતી. જ્યારે આ મામલાને સુનાવણી માટે લેવામાં આવ્યો, ત્યારે બેંચના પ્રમુખ ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું,કે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) આરક્ષણ માટેના માપદંડો પર પુનર્વિચાર કરવા કેન્દ્ર દ્વારા રચાયેલી સમિતિએ 8 લાખ રૂપિયાની વાર્ષિક આવકનો માપદંડ જાળવી રાખવાની ભલામણ કરી હતી .
 

પરંતુ આવકને ધ્યાનમાં લીધા વિના 5 એકર અને તેનાથી વધુ જમીન ધરાવતા પરિવારને બાકાત રાખવાની ભલામણ કરી હતી. . સમિતિએ રહેણાંક મિલકતોના સંદર્ભમાં માપદંડને દૂર કરવાની પણ ભલામણ કરી છે. પરંતુ સમિતિએ ભલામણ કરી હતી કે આ સુધારાઓ આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવે.તેથી એપ્રિલ માસમાં સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું હોવાનું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(1:53 pm IST)