Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

તમામ બાળ લગ્નોને રદબાતલ જાહેર કરો : બાળ લગ્ન નિષેધ અધિનિયમની કલમ 3(1) મુજબ બાળ લગ્ન ગેરબંધારણીય છે : દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન : નામદાર કોર્ટે કાયદા અને ન્યાય મંત્રાલય તથા રાષ્ટ્રીય મહિલા આયોગને નોટિસ પાઠવી જવાબ માંગ્યો : 13 સપ્ટેમ્બરના રોજ સુનાવણી

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે તમામ બાળ લગ્નોને રદબાતલ જાહેર કરવાની અરજી પર કેન્દ્ર સરકારનું વલણ માંગ્યું છે . [આયશા કુમારી વિરુદ્ધ NCT ઑફ દિલ્હી અને Ors].

કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની ડિવિઝન બેન્ચે કાયદા અને ન્યાય મંત્રાલય અને રાષ્ટ્રીય મહિલા આયોગને નોટિસ પાઠવીને આ મુદ્દે તેમનો જવાબ માંગ્યો હતો.
 

હવે આ કેસની સુનાવણી 13 સપ્ટેમ્બરે થશે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)