Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

વકીલને પોલીસનું ટી-શર્ટ પહેરવું ભારે પડયું : કેસ દાખલ

પ્રયાગરાજ,તા. ૨૨ : પોલીસનું ટી-શર્ટ પહેરવું એક વકીલને ભારે પડી ગયું હતું. પ્રયાગરાજના એક વકીલને પોલીસના મોનોગ્રામ લાગેલ ટી-શર્ટ પહેરેલ, જેના ઉપર પોલીસ વિભાગે કર્નલગંજ સ્‍ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
મામલાની વિગત મુજબ પ્રયાગરાજ કર્નલગંજ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ચોકી ઇન્‍ચાર્જ કટરા હરેન્‍દ્રસિંહ વકીલ શુભમ યાદવ વિરૂધ્‍ધ કેસ દાખલ કર્યો છે. વકીલ બદરિયાનો રહેવાસી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ ૧૫ માર્ચે એસપી હાઇકોર્ટે ફોન ઉપર જણાવ્‍યુ હતુ કે એક વ્‍યકિત પોતાને વકીલ ગણાવી રહ્યો છે. પણ ટી-શર્ટ પોલીસનું પહેર્યું છે.
ટી-શર્ટમાં આગળ પોલીસનો મોનો અને પાછળ ઉત્તરપ્રદેશ પોલીસ લખેલુ છે. સુચના બાદ પોલીસ એલર્ટ થયેલ.

 

 

(11:15 am IST)