Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

શશિ થરૂરને CPI(M) દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ : શશિ થરૂર તે કાર્યક્રમમાં હાજરી આપવા માંગતા'તા : સોનિયા ગાંધીએ ન આપી મંજૂરી

સોનિયા ગાંધીએ શશિ થરૂરને પક્ષના કેરળ એકમના નિર્દેશનો અનાદર ન કરવા જણાવ્યું

કોચી તા. ૨૨ : કેરળની રાજધાની તિરૂવનંતપુરમથી સાંસદ અને કોંગ્રેસના નેતા શશિ થરૂરને CPI(M) એ આમંત્રણ આપ્યું છે. શશિ થરૂર તે કાર્યક્રમમાં હાજરી આપવા માંગતા હતા, પરંતુ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને જવા દેવાની ના પાડી દીધી છે. સોનિયા ગાંધીએ શશિ થરૂરને પક્ષના કેરળ એકમના નિર્દેશનો અનાદર ન કરવા જણાવ્યું છે.

ડાબેરીઓએ થરૂર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કે.વી. થોમસને કેરળના કન્નુરમાં ૬ થી ૧૦ એપ્રિલ દરમિયાન યોજાનારી ૨૩મી પાર્ટી કોંગ્રેસ પહેલા વિવિધ સેમિનારમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના કેરળ એકમના વડા કે. સુધાકરણે કહ્યું કે પાર્ટીએ તેના નેતાઓને CPI(M) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકયો છે. સોનિયા ગાંધીએ થરૂરને પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે. કારણ કે પાર્ટી ડાબેરી સરકારના પ્રસ્તાવિત કે-રેલ પ્રોજેકટનો જોરદાર વિરોધ કરી રહી હતી.

દરમિયાન, શશિ થરૂરે સ્પષ્ટતા કરી હતી કે જે સેમિનારમાં તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા તે વિષય કેરળ અથવા કે-રેલ સંબંધિત કોઈ મુદ્દા સાથે સંબંધિત નથી. શશિ થરૂરે ટ્વીટ કર્યું કે તેમણે મને આમંત્રણ આપ્યું હતું અને મેં સ્વીકાર્યું. તેમણે મને એક સેમિનારમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. રાજકીય પ્રવચનોમાં સામેલ થવામાં કંઈ ખોટું નથી.

તે જ સમયે, સુધાકરણે કહ્યું હતું કે જો સોનિયા ગાંધી તરફથી પરવાનગી આપવામાં આવે તો શશિ થરૂર કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. CPI(M) દ્વારા આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓની હાજરી લોકોને પસંદ નથી. કોંગ્રેસ પક્ષના સભ્યો એવા નેતાઓને નફરત કરે છે જેઓ (મુખ્યમંત્રી) પિનરાઈ વિજયન સાથે સંકળાયેલા છે અને જેઓ કે-રેલ પ્રોજેકટ સાથે આગળ વધી રહ્યા છે. જો થરૂર કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હોય તો તેઓ ભાગ લઈ શકે છે. આ તેમની ઈચ્છા છે. તેઓ સોનિયા ગાંધીની પરવાનગી લઈ શકે છે અને તે મુજબ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. થરૂર એ કોંગ્રેસના નેતાઓમાંના એક છે જેમણે તાજેતરમાં અસંતુષ્ટ જી-૨૩ નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો.

(10:12 am IST)