Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

દિલ્હી રમખાણો દરમિયાન જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત કરો : બીજેપી મહિલા વિંગના સભ્ય હિનુ મહાજન તથા અમનદીપ સિંહ નામક કાયદાના વિદ્યાર્થી દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન : નુકસાનની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે કમિશનની રચના કરવાની માંગણી : દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર ,તેમજ દિલ્હી પોલીસ કમિશનરને નોટિસ જારી કરી : આગામી સુનાવણી 21મી સપ્ટેમ્બરના રોજ


ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સોમવારના રોજ ફેબ્રુઆરી 2020 ના દિલ્હી રમખાણો દરમિયાન થયેલા જાહેર સંપત્તિના વિનાશમાં સામેલ લોકો પાસેથી નુકસાનની વસૂલાતની તેમજ નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય રજિસ્ટર સામે વિરોધની માંગ કરતી અરજી પર નોટિસ જારી કરી હતી. [હિનુ મહાજન અને એનઆર વિ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ ઓઆરએસ].

અરજીમાં માંગ કરવામાં આવી હતી કે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને ઓળખાયેલા વ્યક્તિઓ પાસેથી નુકસાનની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે એક કમિશનની રચના કરવામાં આવે.જેના અનુસંધાને કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની ડિવિઝન બેંચ દ્વારા આજ સોમવારના રોજ ફેબ્રુઆરી 2020 ના દિલ્હી રમખાણો દરમિયાન થયેલા જાહેર સંપત્તિના વિનાશમાં સામેલ લોકો પાસેથી નુકસાનની વસૂલાતની તેમજ નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય રજિસ્ટર સામે વિરોધની માંગ કરતી અરજી પર નોટિસ જારી કરવામાં આવી હતી.
 

અરજીની વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)