Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

રાજ્યમાં ચૂંટણી પહેલા આપ સક્રિય :2 એપ્રિલે કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદ પૂર્વમાં યોજશે રોડ-શૉ

બાપુનગરથી નિકોલ સુધીનો રોડ-શૉ: 4 કિમીના રોડ શો માટે પોલીસની મંજૂરી લેવાશે

પંજાબમાં ભવ્ય જીત અને સરકારના ગતઃન બાદ હવે આપ સુપ્રિમોની નજર આગામી ગુજરાત અને હિમાચલની વિધાનસભાની ચૂંટણીઓ પર છે. પંજાબમાં ભગવંત માનની કેબિનેટની રચના કરવામાં આવી છે. તરત જ માન સરકાર પણ એક્શનમાં આવી અને 25 હજાર નોકરીઓ જાહેર કરી દીધી છે. પંજાબમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ કાર્યવાહી દ્વારા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર આગામી ગુજરાત ચૂંટણી પર છે.

આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2 એપ્રિલે AAP અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહી છે. કેજરીવાલ અને ભગવંત માન આ રોડ શોમાં સાથે રહેશે. આગામી બીજી એપ્રિલે અમદાવાદના બાપુનગરથી નિકોલ સુધી 4 કિમી લાંબો રોડ શો યોજવામાં આવશે. દિલ્હી મોડલ દ્વારા પંજાબમાં સત્તા સ્થાપિત કાર્ય બાદ AAP સમગ્ર દેશમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવવા ઉતાવળું બન્યું છે. અને તેથી જ AAP દરેક નિર્ણય દ્વારા સંદેશ આપી રહી છે.

પંજાબની સત્તાથી આમ આદમી પાર્ટી આખા દેશને એક સંદેશ આપવા માંગે છે. કેબિનેટે પ્રથમ દિવસે જ કુલ 25 હજાર નોકરીઓ દ્વારા યુવાનોને આકર્ષવાનો પ્રયાસ શરુ કરી દીધા છે. 23 માર્ચથી હેલ્પલાઇન દ્વારા ભ્રષ્ટાચાર સામે લડવાનો સંદેશ પણ આપી દીધો છે. અગાઉ ભગતસિંહના ગામમાં ભગવંત માને રાષ્ટ્રવાદનો સંદેશ આપ્યો હતો.

પંજાબના ચૂંટણી પ્રભારી જરનૈલ સિંહ અને પંજાબના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ ભાગ લીધો ન હતો. આ સ્પષ્ટ સંકેત હતો કે ભગવંત માનને પંજાબમાં પોતાના નિર્ણયો લેવાની આઝાદી આપવામાં આવી છે. સરકાર ચલાવવામાં દિલ્હીની દખલ ઓછી થશે. માનની કેબિનેટમાં આંખના ડૉક્ટર બલજીત કૌર સહિત બે ડૉક્ટરોનો સમાવેશ થાય છે, જેઓ લડ્યા, જીત્યા અને પહેલીવાર મંત્રી બન્યા. તેમજ 2 વકીલો, 1 એન્જિનિયર, 1 ભૂતપૂર્વ અધિકારી અને 2 ખેડૂતોનો સમાવેશ થાય છે.

(12:00 am IST)