Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને કોટામાં કલમ 144 લાગૂ :એક મહિના સુધી લગાવ્યા પ્રતિબંધ

જિલ્લાની અંદર ક્યાંય પણ પાંચ લોકો એકઠા થઈ શકશે નહીં .

રાજસ્થાનના કોટામાં મંગળવારે 22 માર્ચથી 21 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. જ્યારે જિલ્લાની અંદર ક્યાંય પણ પાંચ લોકો એકઠા થઈ શકશે નહીં . આવું ફિલ્મ દ કશ્મીર ફાઈલ્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. કોટાના જિલ્લાધિકારીએ એક આદેશમાં દ કશ્મીર ફાઈલ્સના સ્ક્રીનિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોટામાં 22 માર્ચથી 21 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે

  કોટાના ડીએમ હરિમોહન મીણા તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવાયુ છે કે, કલમ 144 લાગૂ કર્યા અનુસાર જિલ્લાની સરહદ અંદર ક્યાંય પણ પાંચ લોકો એકઠા થઈ શકશે નહીં. તેની સાથે જ કોઈ પણ સંગઠન અથવા સંસ્થા જૂલૂસ કાઢી શકશે નહીં. તો વળી કોઈ પ્રદર્શન પણ કરી શકશે નહીં. આદેશમાં કહેવાયુ છે કે, કોટામાં કોઈ પણ શખ્સ રાઈફલ, રિવોલ્વર, પિસ્ટોલ, બંદૂક અથવા કોઈ ધારદાર હથિયાર સાથે બહાર નિકળી શકશે નહીં. જો કે, શિખ સમુદાયના લોકોને ધાર્મિક પરંપરા અનુસાર કિરપાણ રાખવાની છૂટ છે. 

આદેશમાં કહેવાયુ છે કે, આ પ્રતિબંધ સરકારી કર્મચારી, પોલીસ, ચૂંટણી સંબંધિત અને કોવિડ 19 વેક્સિનેશન કાર્યક્રમ પર લાગૂ થશે નહીં, જિલ્લામાં કલમ 144, 21 એપ્રિલ રાતના 12 વાગ્યાથી લાગૂ રહેશે. આ સમયગાળા દરમિયાન કલમનું ઉલ્લંઘન કરશે, તો તેના વિરુદ્ધ આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. 

કોટામાં કલમ 144 લાગૂ કરવાના આદેશ પર ભાજપના નેતા પ્રહલાદ ગુંજલ ભડકી ગયા છે. ભાજપના નેતાએ ગેહલોત સરકારને ચેતવણી આપતા કહ્યું કે, દુનિયાની કોઈ તાકાત ચંડી પ્રદર્શન નહીં રોકી શકે. મર્દાનગીનું સર્ટિફિકેટ આપતી સરકાર તેને સારી રીતે સાંભળી લે. રાજસ્થાનની ધકતી રાણી પદ્મિનીના શૌર્યની ધરતી છે

(12:00 am IST)