Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

કાલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો : પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં લિટરે 85 પૈસાનો વધારો ઝીકાશે

પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ વેચાણમાં પ્રતિ લિટરે 25 રૂપિયાનો વધઆરો કરી દેવામાં આવ્યો

નવી દિલ્હી : મોંઘવારી સામાન્ય જનતાની કમરતોડી રહી છે. તેમાં પણ સૌથી વધારે પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોથી પ્રજા પરેશાન છે. ત્યારે ફરી આવતીકાલથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં 0.79 પૈસા અને ડિઝલના ભાવમાં 0.85 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ પેટ્રોલનો ભાવ 95.13 પ્રતિ લીટર , જ્યારે 89.12 પ્રતિ લીટર ડિઝલનો ભાવ છે.

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ ખરીદી કરતા લોકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ વેચાણમાં પ્રતિ લિટરે 25 રૂપિયાનો વધઆરો કરી દેવામાં આવ્યો છે. બલ્ક બાયર અથવા બ્લક બાઈંગ શું હોય છે. અહીં બલ્કનો અર્થ થાય છે જથ્થાબંધ એટલે કે, પેટ્રોલ અને ડીઝલ જથ્થાબંધ ખરીદી કરનારા લોકો. તેલ કંપનીએઓએ આ ખરીદી કરનારા લોકોને પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 25 રૂપિયા સુધી વધારી દીધા છે. આ જથ્થાબંધ ખરીદદાર એ લોકો હોય છે, જે તેલ કંપનીઓથી ટેંકર ભરી ભરીને તેલ ખરીદે છે. એમ સમજો કે, કોઈ ફેક્ટ્રી માલિક તેલ કંપનીઓ પાસેથી ટેન્કર ભરીને તેલ ખરીદે છે.

(12:00 am IST)