Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

વડાપ્રધાન મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું : ચીની રાજદૂતે કહ્યું- સહાનુભૂતિ બદલ આભાર

પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘ચીનના ગુઆંગસીમાં પેસેન્જર પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળીને આઘાત અને દુ:ખ થયું.’ ‘દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના

વડાપ્રધાન મોદીએ ચીનના ગુઆંગશીમાં વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘ચીનના ગુઆંગસીમાં પેસેન્જર પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળીને આઘાત અને દુ:ખ થયું.’ તેમણે કહ્યું, ‘દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના.’ રાજદૂત સુન વિડોંગે પીએમ મોદીનો આભાર માન્યો. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’નું ‘બોઇંગ 737’ વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી. વિમાનમાં 132 લોકો સવાર હતા.

પીએમ મોદીનો આભાર માનતા ચીનના રાજદૂત સુન વિડોંગે ટ્વીટ કર્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મિત્રોનો હવાઈ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે આભાર. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ બચાવ પ્રયાસો અને યોગ્ય નિરાકરણનો આદેશ આપ્યો છે.

અમે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં આગની જ્વાળાઓ જોઈ શકાય છે.

(12:00 am IST)