Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને લાગ્યો મોટો ઝટકો : માર્ક વુડ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર

લખનૌ ટીમે ફાસ્ટ બોલર માર્ક વુડને 7.5 કરોડમાં ખરીદ્યો હતો: ફ્રેન્ચાઈઝીએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદનો સંપર્ક કર્યો પરંતુ એ પણ ભાગ લઇ શકશે નહીં

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ ની 15મી સીઝનની શરૂઆત પહેલા જ લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે IPL 2022 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જેને પગલે ફ્રેન્ચાઈઝીએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદનો સંપર્ક કર્યો હતો, પરંતુ હવે જાણવા મળ્યું છે કે તસ્કીન અહેમદ પણ આઈપીએલ 2022 માં ભાગ લઈ શકશે નહીં. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદને IPL 2022 માં રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં મળે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ના અધિકારીઓએ આ માહિતી આપી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ક્રિકેટ ઓપરેશન્સના પ્રમુખ જલાલ યુનુસના જણાવ્યા પ્રમાણે, “અમારી પાસે દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને ભારત સામેની ઘરઆંગણાની શ્રેણી જેવી બે મહત્વપૂર્ણ શ્રેણી હોવાથી અમને લાગે છે કે IPL માં ભાગ લેવો તેના માટે યોગ્ય રહેશે નહીં.” અમે તસ્કીન અહેમદ સાથે વાત કરી છે અને તે પરિસ્થિતિને સમજે છે. તેમણે ફ્રેન્ચાઈઝીને જણાવ્યું કે તે આઈપીએલ નથી રમી રહ્યો અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. જે બાદ તે ઘરે પરત ફરશે.

(12:00 am IST)