Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

પીએમ મોદી- રાષ્ટ્રપતિને દંડવત પ્રણામ કર્યા પછી પદ્મશ્રી એવોર્ડ લેવા પહોંચ્યા યોગ ગુરુ સ્વામી શિવાનંદ

પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં કુલ 128 લોકો સામેલ :ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામી શિવાનંદને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા. સ્વામી શિવાનંદને યોગના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે જ્યારે સ્વામી શિવાનંદ એવોર્ડ લેવા પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા વડાપ્રધાન મોદીને દંડવત પ્રણામ કર્યા. આ પછી પીએમ મોદી પણ ખુરશી પરથી ઉભા થયા અને તેમને પ્રણામ કર્યા. વડાપ્રધાન ખુરશી પરથી ઊભા થયા કે તરત જ તેમની આસપાસ બેઠેલા બધા ઊભા થઈ ગયા. સ્વામી શિવાનંદ જ્યારે એવોર્ડ લેવા આવ્યા ત્યારે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને માથું નમાવીને પ્રણામ કર્યા. આ પછી રાષ્ટ્રપતિ કોવિંદ પોતાની ખુરશી પરથી ઉભા થયા અને થોડા નીચે આવ્યા અને સ્વામી શિવાનંદનો હાથ પકડીને ઉભા કર્યા અને પછી તેમને એવોર્ડ આપ્યો.

ણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં કુલ 128 લોકો સામેલ છે. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવનાર છે. આ ક્રમમાં, CDS જનરલ બિપિન રાવતને સોમવારે પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનરલ બિપિન રાવતની પુત્રી કૃતિકા અને તારિણીને તેમનો એવોર્ડ અર્પણ કર્યો.

 જનરલ રાવતનું ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમની બહાદુરીને સલામ કરતા સરકારે તેમને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજ્યા છે. તે જ સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાને પદ્મ ભૂષણ, SIIના એમડી સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ, ગુરમીત બાવા (મરણોત્તર)ને પદ્મ ભૂષણ, નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીને પદ્મશ્રી, રાધે શ્યામ ખેમિયા (મરણોત્તર)ને પદ્મ વિભૂષણ, સચ્ચિદાનંદ સ્વામીને પદ્મ ભૂષણ, હોકી ખેલાડી વંદના કટારિયાને પદ્મ શ્રી અને પેરા-શૂટર અવની લેખરાને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા.

(12:00 am IST)