Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ગરમી આગ ઓકશે : 26 માર્ચે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે તેવી શક્યતા

નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શન અનુસાર 22 અને 25 માર્ચે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા

નવી દિલ્હી : દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શન અનુસાર, ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 26 માર્ચે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. વિભાગની આગાહી મુજબ, 26 માર્ચે શહેરમાં દિવસનું તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. દરમિયાન 22 અને 25 માર્ચે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

(12:00 am IST)