Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જબરો વિરોધ વંટોળ : લાખો લોકોના ઉગ્ર દેખાવો

વોશિંગ્ટન, ન્યૂયોર્ક, લોસ એન્જેલસ,અને શિકાગો સહિતના શહેરોમાં સભાઓ યોજાઈ : ટ્રમ્પની નીતિ સામે મહિલાઓમાં રોષ

ન્યુયોર્ક : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જબરો વિરોધ થઇ રહયો છે અમેરિકી શહેરોમાં લાખો મહિલાઓ તેમના પુરુષ સમર્થકો સાથે રસ્તા પર ઉતરી પડ્યા છે અને ટ્રમ્પની વિરોધમાં ઉગ્ર દેખાવો યોજાઈ રહ્યાં છે.

અમેરિકાના વોશિંગ્ટન, ન્યૂયોર્ક, લોસ એન્જેલસ, અને શિકાગો સહિત 250 જેટલા શહેરોમાં ટ્રમ્પ વિરોધી સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં વક્તાઓએ ટ્રમ્પની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી મહિલાઓને હાનિ પહોંચી છે.

લોસ એન્જેલસમા યોજાયેલી સભામાં અભિનેત્રી ઈવા લોંગોરિયાએ જણાવ્યું હતું કે તમારો મત સૌથી મોટા હથિયાર છે. દરેક જણે તેનો ઉપયોક કરવો જોઈએ. 

(11:19 pm IST)