Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ઇન્ટરનેશનલ ફલાઇટમાં ટિકિટ ભાડા ૩૦ ટકા સુધી ઘટયાઃ વિદેશ ફરવા જવાનો મોકો ઝડપી લો

વિદેશી એરલાઇન્સમાં પણ ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી તા. ૨૦ : મોટી એરલાઈન્સ કંપનીઓએ દુનિયાભરમાં ફરતા ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ટિકિટના ભાવમાં ભારે છૂટ આપવાની જાહેરાત કરી છે. ઓફર્સ અંતર્ગત ગલ્ફ કંટ્રીઝની એર ટિકિટ ૧૦,૦૦૦ રૂપિયા, યુરોપીય દેશોની ૩૩,૦૦૦ રૂપિયા અને નોર્થ અમેરિકા દેશોની રિટર્ન ટિકિટ માત્ર ૫૫,૦૦૦ રૂપિયામાં મળી રહી છે. આ પોપ્યુલર રૂટ્સ માટે કેટલીક ભારતીય અને વિદેશી એરલાઈન્સ કંપનીઓ ટિકિટ ૩૦ ટકા સસ્તા ભાવે આપી રહી છે.

કંપનીઓ અલગ-અલગ ગાળામાં સેલ ઓફર કરી રહી છે. ખાસ ગાળઆમાં ટિકિટ ખરીદવા પર ઓફરનો લાભ મળશે. વિદેશી એરલાઈન્સ ભારતીય એરલાઈન્સનું અનુકરણ કરીને ઓફર્સ આપી રહી છે. ભારતીય કંપનીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ પર સતત ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે.

જેટ એરવેઝ પેરિસ, એમ્સ્ટ્રડેમ, વિયેનાની ટિકિટ પર ૨૦ ટકાનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ટર્કી એરલાઈન્સ મોબાઈલ એપના લેટેસ્ટ વર્ઝનથી ટિકિટ બુક કરાવનાર યાત્રીઓને ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ગલ્ફ કરિયર્સે થોડા સમય માટે ભાડુ ઘટાડી દીધુ છે. એમિરાટ્સ, ઈતિહાદ, કતર એરવેઝ ભારતીય હવાઈયાત્રીઓને આકર્ષવામાં સૌથી આગળ છે. એમિરાટ્સે કહ્યું, 'ઈકોનોમી કલાસમાં દિલ્હીથી મધ્ય પૂર્વ (પશ્યિમ એશિયા)ના દેશો માટે ૧૩,૬૦૦, યુરોપ માટે ૩૪,૮૦૦ રૂપિયા અને અમેરિકા માટે ૫૭,૪૦૦માં ઓલ-ઈન્કલુઝિવ ટિકિટ મળી રહી છે.'(૨૧.૫)

(9:46 am IST)