Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તે પહેલા

નવેમ્બરમાં જ નિરવ મોદી સ્ટેટસ બદલીને ભારતીયમાંથી એનઆરઆઈ બની ગયો હતો

નવી દિલ્હી, તા. ૧૯ :. પંજાબ નેશનલ બેન્ક સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર નિરવ મોદી ગયા વખતે નવેમ્બરમાં જ પોતાનું સ્ટેટસ બદલીને એનઆરઆઈ બની ગયો હતો. એટલે કે આ કૌભાંડ સામે આવતા પહેલા જ તે ભારતીયથી એનઆરઆઈ બની ગયો હતો.

હવે એ જાણી શકાયુ નથી કે, નિરવ મોદીના પગલાથી ભારતીય બેન્કો અથવા તો પંજાબ નેશનલ બેન્કને કોઈ માહિતી હતી કે નહીં ? પીએનબી તરફથી જારી થયેલા લેટર ઓફ અન્ડરટેકીંગમાં નિરવ મોદીને ઉધાર લેનાર કંપનીઓનો ભારતીય પ્રમોટર બતાવવામાં આવ્યો હતો. નિરવ મોદીની કંપનીઓને અનેક ભારતીય બેન્કોએ ફંડ અને નોનફંડ આધારીત લોન આપી હતી. નિરવ મોદીની કંપની એએનએમ એન્ટરપ્રાઈઝ પ્રા.લી.ના શેર હોલ્ડરોને આપવામાં આવેલા દસ્તાવેજોમાં નિરવને એનઆરઆઈ બતાડવામાં આવેલ છે.(૨-૨)

(10:51 am IST)