Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

સુભાષચંદ્ર બોઝના પરિવારે કહ્યું-ટોક્યોના રેન્કોજી મંદિરમાં છે ‘નેતાજી’ના અસ્થિ: DNA ટેસ્ટની માંગ

જાપાનના વડાપ્રધાન શિદા ફ્યુમિયો ભારતની મુલાકાતે આવતાની સાથે જ સુભાષ ચંદ્ર બોઝના પરિવારે માંગ કરી

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં હાજરી આપી હતી. વડાપ્રધાન  મોદી સાથેની મહત્વની બેઠક પણ પૂરી થઈ ગઈ છે. હવે આ બેઠકો વચ્ચે ક્રાંતિકારી સુભાષ ચંદ્ર બોઝના પરિવારે જાપાનના પીએમ સમક્ષ એક માંગ મૂકી છે.

તેમણે કહ્યું કે નેતાજીની અસ્થિઓ ટોક્યોના રેન્કોજી મંદિરમાં છે અને હવે તેમનું ડીએનએ ટેસ્ટિંગ થવું જોઈએ. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે અમે જાપાનના પીએમને અપીલ કરીએ છીએ કે રેંકોજી મંદિરમાં હાજર સુભાષ ચંદ્ર બોઝની અસ્થિઓનું ડીએનએ ટેસ્ટિંગ કરાવવામાં આવે અને પછી તેમને ભારત પરત લાવવામાં આવે. જે જમીન તેમણે અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરાવી હતી.

કેટલાક નિષ્ણાતો માને છે કે રેન્કોજી મંદિર જાપાનના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંથી એક છે. દાવો કરવામાં આવે છે કે આ મંદિરમાં નેતાજીની અસ્થિઓ રાખવામાં આવી છે. દર વર્ષે આ મંદિર 14 ઓગસ્ટના રોજ સામાન્ય જનતા માટે ખોલવામાં આવે છે. 9 ડિસેમ્બર 2001ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ આ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં આવ્યા પછી, વાજપેયીએ લખ્યું, “હું રેન્કો જી ફરી આવીને ખુશ છું, જ્યાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની યાદો સચવાયેલી છે.

હવે દર વખતે દાવા કરવામાં આવે છે, પરંતુ આ મુદ્દે વિવાદ ક્યારેય ઉકેલાયો નથી. મુખર્જી કમિશનની રચના વર્ષ 1999માં અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા કરવામાં આવી હતી. કમિશનના અધ્યક્ષ જસ્ટિસ મનોજ કુમાર મુખર્જી રેન્કોજી મંદિર ગયા હતા અને લાકડાના બોક્સ જેમાં નેતાજીની અસ્થીઓ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો, તે તેમના દ્વારા ખોલી શકાયો ન હતો. બાદમાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે બોક્સની અંદર બ્રાઉન પેપરમાં હાડકાના ટુકડા અને જડબાના હાડકાનો સમૂહ છે.

આ દાવાઓના આધારે સુભાષ ચંદ્ર બોઝના પરિવારે ડીએનએ ટેસ્ટિંગની માંગ કરી છે. તે હજુ પૂર્ણ થયું નથી, પરંતુ હવે જાપાનના પીએમ ભારત આવ્યા છે, ત્યારે પરિવારે તેમની માંગ ફરી તેજ કરી છે.

(12:18 am IST)