Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

ભારતના ૨૦ વર્ષીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની સેમિફાઈનલ જીતીને ફાઈનલમાં પહોંચ્યો: ચીનના લી ઝી જિયાને હરાવ્યો

ભારતના લક્ષ્ય સેને લી ઝી જિયાને ત્રણ ગેમમાં ૨૧-૧૩, ૧૨-૨૧, ૨૧-૧૯ થી હરાવીને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં તેની પ્રથમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.  વિશ્વ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્યે તેના હરીફ ચીનના લુ ગુઆંગ ઝુને વોકઓવર આપ્યા બાદ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.  સેન અગાઉ વિશ્વના ત્રીજા નંબરના અને વિશ્વ ચેમ્પિયનશિપમાં બે વખતના મેડલ વિજેતા ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેનને ગુરુવારે  પરાજિત કરી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.  આ વિખ્યાત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરીને ભારતીય ખેલાડીએ તેનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. પાદુકોણ અને ગોપીચંદ એકમાત્ર ભારતીય છે જેમણે આ  પ્રતિષ્ઠિત ઈવેન્ટ જીતી છે, જ્યારે સાઈના નેહવાલ ૨૦૧૫માં ફાઇનલમાં પહોંચી હતી

(11:25 pm IST)