Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે કૌભાંડોના આક્ષેપો કરનારા કોંગ્રેસના આગેવાનોને સમન્સ ઇસ્યુ કરવા ગાંધીનગર કોર્ટનો હુકમ

સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ ૨કમનું નાણાકીય કોભાંડ આચરાયેલના કોંગ્રેસના નેતાઓના આક્ષેપ સામે કોર્ટ સમક્ષ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહી કરવાની અરજીનો સ્વીકાર

ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે સહારાની જમીનમાં હેતુ ફે૨ ક૨વા અંગેના બદનક્ષીના આક્ષેપો ક૨ના૨ કોગ્રેસના આગેવાનોને ગાંધીનગર કોર્ટના તેડા આવ્યા છે કોગ્રેસના આગેવાનો ૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય ૨) સુખરામભાઈ રાઠવા ૩) શૈલેષભાઈ ૫૨મા૨ ૪) સી.જે.ચાવડા વિગેરે આરોપીઓને કોર્ટમા હાજર રહેવા આદેશ ફ૨માવતી ગાંધીનગર કોર્ટ અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ ૨કમનું નાણાકીય કોભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માધ્યમથી જાહેરાત કરનાર કોંગ્રેસના આગેવાનો સામે ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરીયાદ કરેલ હતી.જે ફરીયાદનાં કામે મહે. એડી. ચીફ જયુ.મેજી. કે.ડી. પટેલએ આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ ક૨વાનો હુકમ કરેલ હતો. આ ફરીયાદની હકીકત એવી છે કે, વર્તમાન પત્રોમાં તથા ઈલેકટોનીક મીડિયામાં વાહીયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલ હતું

  વિશેષ એવી હકીકત છે કે, કોગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે, તેના જવાબમાં નામદાર કોર્ટ સમક્ષ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહી કરવાની અરજીમાં ૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય ૨) સુખરામભાઈ રાઠવા ૩) શૈલેષભાઈ ૫૨મા૨ ૪) સી.જે.ચાવડા વિ. સામે બદનક્ષીની ફરીયાદની ફરીયાદ દાખલ કરતા જણાવેલ હતું કે, ફરીયાદી અગાઉ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તરીકે તથા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપેલ છે તથા હાલ રાજકોટ-૬૯ નાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહયા છે. ફરીયાદી ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે. ફરીયાદી સમગ્ર ગુજરાત રાજયમાં એક આબરૂદાર, પ્રતિષ્ઠીત વ્યક્તિ છે, સમગ્ર ગુજરાત રાજયમાં ફરીયાદી એક નિષ્ઠાવાન અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે તથા જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. ફરીયાદી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકેની ફ૨જ બજાવતા હતા તે સમય દરમ્યાન ફરીયાદીએ કયારેય કોઈ નીયમ અને કાયદા વિરૂધ્ધનું કાર્ય કરેલ નથી કે આવુ કૃત્ય કોઈ વ્યક્તિને કરવા દિધેલ નથી જેથી ફરીયાદી સિધ્ધાંતવાદી અને નીષ્ઠાવાન વ્યક્તિ તરીકે સમાજમાં તથા ગુજરાત રાજ્યના લોકોમાં ખુબ મોટી લોકચાહના ધરાવે છે. ફરીયાદીના અનેક દાયકાઓના જાહેર જીવન દરમ્યાન તેમની વિરૂધ્ધ આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો નથી. ગુજરાત તથા વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે પોતાનું જીવન સમાજ સેવામા તથા દેશ સેવામાં સમર્પિત કરી, ખુદની એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરેલ છે. તેમ છતા કોગ્રેસના આગેવાનો એકબીજા સાથે મીલાપીપણું કરી, ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે દેશ-વિદેશમાં ફરીયાદીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડી સમાજમાં વર્ષોથી ૨હેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદા પુર્વક નુકશાન પહોચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે. જેના હીસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર, સામાજીક ક્ષેત્રે ફરીયાદીની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે. ફરીયાદીએ કરેલ બદનક્ષીની ફ૨ીયાદના સમર્થનમાં સાહેદોના નીવેદનો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા તેમજ બદનક્ષી અંગેની ફરીયાદ અંગે મૌખિક તથા લેખિત દલીલો રજુ કરી આરોપીઓએ જાણી જોઈને ફ૨ીયાદીની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ ૫૦૦, ૧૧૪ અન્વયેના ગુનાની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરી તેઓને કોર્ટમા હાજર રહેવા હુકમ ફ૨માવેલ હતો. આ કામમાં ફરીયાદ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદવાજ એન્ડ એસોસીએટસના અંશ ભારાજ, અમૃતા ભારાજ તેમજ ગાંધીનગરનાં એડવોકેટ અલ્પેશભાઈ ભટ્ટ રોકાયેલ હતા.

(10:23 pm IST)