Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

­­રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં બે શેરમાં કરી ૮૬૧ કરોડ રૂપિયાની કમાણી

સ્‍ટાર હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ અને ટાઇટન કંપનીએ કરાવી દીધા જલ્‍સા

મુંબઇ તા. ૧૯ : ગુરૂવારે ભારતીય શેર બજાર જોરદાર તેજી સાથે બંધ રહ્યું હતું. આ દરમિયાન ભારતના દિગ્‍ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં ૮૬૧ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આનું કારણે તેમના પોર્ટફોલિયોમાં સામેલ બે શેર છે. આ શેર વ્‍શર્દ્દીઁ ણૂંળર્ષ્ટીઁક્ક અને ર્લ્‍દ્દીશ્વ ણ્‍ફર્ૂીશ્રદ્દત્ર્ ત્‍ઁતયર્શ્વીઁણૂફૂ છે. આ બંને શેરમાં આવેલી તેજીને પગલે એક જ દિવસમાં ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં એક જ દિવસમાં આટલો મોટો વધારો થયો છે. ગુરૂવારે ટાઇટન કંપની નો શેર ૧૧૮.૭૦ રૂપિયા પ્રતિ શેર વધીને ૨૫૮૭.૩૦ રૂપિયાના સ્‍તરથી વધીને ૨૭૦૬ રૂપિયા પ્રતિ શેરના સ્‍તર પર પહોંચ્‍યો હતો.

આવી જ રીતે સ્‍ટાર હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સનો શેર ૬૦૮.૮૦ રૂપિયાથી વધીને ૬૪૧ રૂપિયા પ્રતિ શેરના સ્‍તર પર પહોંચ્‍યો હતો. ગુરૂવારે આ શેરમાં ૩૨.૨૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો.

ટાઇટન કંપની ઓક્‍ટોબર-ડિસેમ્‍બર ૨૦૨૧ની શેર હોલ્‍ડિંગ પેટર્ન પ્રમાણે કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્‍ની બંનેની ભાગીદારી છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના ૩,૫૭,૧૦,૩૯૫ શેર એટલે કે ૪.૦૨ ટકા ભાગીદારી છે. તેમના પત્‍ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીના ૯૫,૪૦,૫૭૫ શેર એટલે કે ૧.૦૭ ટકા ભાગીદારી છે. ટાઇટન કંપનીમાં રાકેશ અને રેખા ઝુનઝુનવાલાની સંયુક્‍ત ભાગીદારી ૪,૫૨,૫૦,૯૭૦ શેર એટલે કે ૫.૦૯ ટકા છે.

ગત વર્ષે આઈપીઓ લાવનારી સ્‍ટાર હેલ્‍થ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી છે. બિગ બુલ પાસે સ્‍ટાર હેલ્‍થના ૧૦,૦૭,૫૩,૯૩૫ શેર એટલે કે ૧૭.૫૦ ટકા ભાગીદારી છે.

રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના ૪,૫૨,૫૦,૯૭૦ શેર છે. ગુરુવારે ટાઇટન કંપનીના શેરમાં ૧૧૮.૭૦ રૂપિયા પ્રતિ શેરનો વધારો જોવા મળ્‍યો હતો. આવી રીતે રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિમાં એક જ દિવસમાં આશરે (રૂા. ૧૧૮.૭૦ × ૪,૫૨,૫૦,૯૭૦) ૫૩૭ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

આ જ રીતે રાકેશ ઝુનઝુનવાલા પાસે સ્‍ટાર હેલ્‍થના ૧૦,૦૭,૫૩,૯૩૫ શેર છે. ગુરુવારે આ શેરમાં ૩૨.૨૦ રૂપિયાનો વધારો થયો હતો. આ રીતે જોઈએ તો ગુરૂવારે રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં આશરે (રૂા. ૩૨.૨૦ × ૧૦,૦૭,૫૩,૯૩૫) ૩૨૪ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આ રીતે ગુરુવારે રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિમાં ૮૬૧ કરોડ રૂપિયા ( રૂા. ૫૩૭ કરોડ + રૂા. ૩૨૪ કરોડ)નો વધારે થયો છે.

(9:59 am IST)