Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

કોરોનાએ ફરી વધારી કેરળમાં ચિંતા :છેલ્લા 24 કલાકમાં 847 કેસ નોંધાયા :મહારાષ્ટમાં 171 નવા કેસ

કોરોના વાયરસ સંક્રમણના આંધ્રપ્રદેશમાં 75 નવા કેસ નોંધાયા

કેરળમાં કોવિડ-19ના 847 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 65,25,879 થઈ ગઈ છે. આ સિવાય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના 171 અને આંધ્રપ્રદેશમાં 75 નવા કેસ નોંધાયા છે.

કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાના કારણે મૃત્યુના વધુ 59 કેસ સામે આવ્યા બાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 67,197 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 માટે 22,683 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વિભાગ અનુસાર, રાજ્યમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 6,464 છે. શુક્રવારે 1,321 લોકો સંક્રમણમાંથી મુક્ત થયા બાદ, સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 64,51,349 થઈ ગઈ છે.

શુક્રવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 171 નવા કેસ નોંધાયા પછી, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 78,72,203 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોવિડ-19થી વધુ ત્રણ લોકોના મોત બાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 1,43,765 થઈ ગઈ છે. વિભાગ અનુસાર, રાજ્યમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,680 છે. શુક્રવારે 394 લોકો સંક્રમણમાંથી મુક્ત થયા પછી, સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 77,22,754 થઈ ગઈ છે

(12:00 am IST)