Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

અખિલેશ યાદવ આઝમગઢની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે

યુપીની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણમાં ગરમાવો : આ પહેલા અખિલેશે કહ્યું હતું કે, હું ચૂંટણી લડવાનો નથી

લખનૌ, તા.૧૯ : યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરથી વિધાનસભાની ચૂંટણી લડવાના છે અને હવે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પણ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવવાનુ નક્કી કર્યુ છે.

સુત્રોના કહેવા પ્રમાણે આઝમગઢની એક બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાના છે.

હાલમાં અખિલેશ આઝમગઢથી સાંસદ પણ છે.જોકે આ પહેલા ૧ નવેમ્બરે અખિલેશે કહ્યુ હતુ કે, હું વિધાનસભા ચૂંટણી લડવાનો નથી.

દરમિયાન એક ન્યૂઝ એજન્સીનુ કહેવુ છે કે, અખિલેશ યાદવ ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડવાના છે.જોકે અખિલેશ યાદવ તરફથી આ બાબતની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. જોકે યુપીમાં યોગી સરકારના મંત્રી મોહસિન રઝાએ કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે અખિલેશ ચૂંટણી લડવાનુ પસંદ કરશે.જો તેઓ ચૂંટણી લડશે તો પણ નાછુટકે લડશે.કારણકે તેમની પાર્ટીમાંથી સવાલ પૂછવામાં આવ્યો હશે કે, યોગી જો ચૂંટણી લડી રહ્યા છે તો તમે કેમ નથી લડતા. જો અખિલેશ યાદવ ચૂંટણી લડશે તો તેમને સાંસદપદ છોડવું પડશે.

(8:07 pm IST)