Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કોંગ્રેસને સમર્થન આપી રહેલા આલા હઝરત બરેલી શરીફના મૌલાના તૌકીર રઝા ખાંએ કહ્યું કે

આ દેશમાં પ્રિયંકા-રાહુલ બે ભાઇ-બહેન એવા છે જે સાચા બિન-સાંપ્રદાયિક છે : લોકશાહીમાં માને છે, બાકીના ઢોંગ કરે છે !

કોંગ્રેસને પણ ચીમકી આપી : બટલા એન્કાઉન્ટર બનાવટી હતું, માર્યા ગયેલા આતંકીઓ નહોતા : શહિદનો દરજજો આપો

લખનૌ : ઉ.પ્રદેશમાં કોંગ્રેસની હાલત બાપડા-બિચારા જેવી થતી જાય છે. ત્યારે ધુરંધર મુસ્લિમ અગ્રણી આલા હઝરત બરેલી શરીફના મૌલાના તૌકીર રઝા ખાંએ બાટલા હાઉસ એન્કાઉન્ટર અંગે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે આ એન્કાઉન્ટરને ફર્જી કરાર કરતા કહેલ કે આ મૂઠભેડમાં આતંકીઓ માર્યા ગયા ન હતાં. અમારા બાળકો માર્યા ગયેલ, તેમને શહીદનો દરજજો મળવો જોઇએ. તેમણે ઇન્સ્પેકટર શર્માની હત્યા ખૂદ પોલીસના લોકોએ કર્યાનું કહેલ છે. મૌલાના તૌકીર રઝા ખાં કહે છે કોંગ્રેસ પક્ષે મારી સાથે વાયદો કરેલ કે ર૦૦૯ માં સરકાર બનવા સાથે જ સહુ પહેલા આ એન્કાઉન્ટરની તપાસ કરાવશે, પણ કોંગ્રેસે એવું કર્યુ નહિં.
- તેમણે કહ્યું કે કોંગ્રેસને પોલિસના મનોબળની પડી હતી, મુસલમાનોના મનોબળની નહિ !!
એક ન્યુઝ એજન્સી તરફથી જાહેર થયેલ વિડીયોમાં તૌફીક રઝા કહે છે કે એ વાત સાચી છે કે અમે હમેશા કોંગ્રેસની વિરૂધ્ધ રહ્યા છીએ.
તૌકીર રઝાએ ફરી એક વખત કોંગ્રેસ સાથે જોડાયા તેનુ કારણ આપતા કહ્યુ હતુ કે મેં કોંગ્રેસને નજીકથી જોઈ છે. મેં અનુભવ્યુ છે કે કોંગ્રેસને ચારેતરફથી સંઘના લોકોએ ઘેરી લીધેલ છે. હું હંમેશા કોંગ્રેસની વકાલત કરતો રહીશ. હવે મેં હાલમાં પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી તો મને લાગ્યુ કે હાલ દેશમાં આ બે ભાઈ-બહેન છે જે સાચા સેકયુલર છે. તેઓ લોકતંત્રમાં માને છે બાકીના બધા ઢોંગ કરે છે. તેમણે કહ્યુ હતુ કે જો કે કોંગ્રેસે બાટલા હાઉસ એન્કાઉન્ટરની તપાસ નથી કરાવી જો તપાસ થાત તો દુનિયાને ખબર પડત કે માર્યા ગયેલાઓ આતંકવાદીઓ નહોતા. તેઓને શહીદનો દરજ્જો મળવો જોઈએ. અમારા બાળકોને ત્રાસવાદી કહી મારી નાખવામાં આવ્યા. મારી આ કોંગ્રેસને કાયમ ફરીયાદ રહી છે.

 

(3:56 pm IST)